For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દીપડાના બચ્ચાં સાથે ત્રણ યુવકની નિર્દયતાનો વીડિયો વાયરલ થયો

ગુજરાતમાં અગાઉ પણ સિંહોના ત્રાસ આપવાના વીડિયો સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ યુવકો દીપડાના બચ્ચાને પકડી રાખીને ત્રાસ આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અગાઉ પણ સિંહોના ત્રાસ આપવાના વીડિયો સામે આવ્યા છે. આવી સ્થિતિમાં, બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ યુવકો દીપડાના બચ્ચાને પકડી રાખીને ત્રાસ આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી વનતંત્રના ડીસીએફે ત્રણેય યુવાનોની તસવીરો ટ્વિટર પર શેર કરીને લોકોને તેમની ઓળખ શોધવા અપીલ કરી હતી.

video viral

વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે પશુઓને ચારો ખવડાવવા માટે નીકળેલા ત્રણ યુવકો એક દીપડાના બચ્ચાને ત્રાસ આપી રહ્યા છે. એક યુવાન માણસ બચ્ચાને ઝાડ સાથે પકડી રાખે છે અને અન્ય યુવકો તેને લાકડીઓ વડે ત્રાસ આપી રહ્યા છે. તેની સાથે સાથે તેઓ એવી પણ વાત કરી રહ્યા છે કે જો તેની માં અહીં આવશે તો આપણે છોડશે નહીં.

આ પણ જુઓ: કોબ્રા સાપને હાથમાં લઈને છોકરીઓએ ગરબા કર્યા, વીડિયો વાયરલ

વીડિયોમાં તમે પણ જોઇ શકો છો કે આ યુવકોએ દીપડાના બચ્ચાને ઘણો ગુસ્સો અપાવ્યો છે. જેના કારણે દીપડાનું બચ્ચું પણ તેમની સામે ગર્જના કરીને નિરર્થક પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ત્રણેય યુવકો તેના પ્રયત્નોની મજા લઇ રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ આરોપીઓને શોધવાની કાર્યવાહી વનતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમાં સિંહોને પરેશાન કરવામાં આવી રહ્યા હતા. આ વીડિયો પણ હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

English summary
viral video of leopard cub being harassed in gir, gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X