Viral Video : લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉડી 500 અને 2000ની નવી નોટો
જ્યાં એક બાજુ લોકોને કલાકો લાઇનોમાં ઊભા રહીને પણ પૈસા નથી મળતા ત્યાં પાલનપુરમાં કિર્તીદાન ગઢવીના લોક ડાયરામાં ઉડી 500 અને 2000 રૂપિયાની નવી નોટો, જુઓ આ વીડિયો
પાલનપુર ખાતે મુક્તેશ્વર મહાદેવના પ્રાંગણમાં યોજાયેલા ડાયરામાં લોકગાયક કિર્તીદાન ઉપર રૂપિયા 500 તથા નવી 2000ની નોટો ઉડાવવામાં આવી. ડાયરાનો રંગ જામતા લોકોએ નોટ ઉડાવાવનું શરૂ કર્યું હતુ. જોકે આ વીડિયો વાઇરલ થતા સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે કે જ્યારે એક બાજુ લોકો કલાકો બેંક અને એટીએમની લાઇનોમાં ઊભા રહીને પોતાના નાણાં નીકાળી નથી શકતા ત્યારે ડાયરામાં આટલી બધી નોટો આવી ક્યાંથી?

એક અહેવાલ મુજબ આ ડાયરામાં ભેગી થયેલી નોટો ધાર્મિક કાર્ય માટે ઉપયોગમાં લેવાનાર હતી. નોંધનીય છે કે ગુજરાતના લોક ડાયરામાં નોટોનો વરસાદ થવો ખૂબ જ સામાન્ય વાત છે. આ પહેલા પણ અનેક વાર આવા લોકો ડાયરાના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે અને લોકોને આશ્ચર્યચક્તિ કરી ચૂક્યા છે.
ત્યારે નવી નોટોને ડાયરામાં ઉડાડતો આ વીડિયો જુઓ અહીં....












Click it and Unblock the Notifications
