વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કરી પ્રેસ કોન્ફર્ન્સ, હાર્દિકને કહ્યું કોંગ્રેસનું મોહરું

Written By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલના વિરોધમાં હવે ઉમિયા ફાઉન્ડેશન પણ સામે આવ્યું છે. તે વાત તો બધા જ જાણે છે કે ઉમિયા ફાઉન્ડેશન પાટીદારોના અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલું છે. અને પાટીદારો આ સંસ્થામાં માને પણ છે. ત્યારે બુધવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેના સંયોજક સી.કે પટેલ સહિત વિવિધ 6 સંસ્થાના આગેવાનો હાર્દિક પટેલ પર અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ સમાજના ભોળા યુવાનોને ગુમરાહ કરી છે. સરકાર દ્વારા પાટીદારોની ચાર માંગણીઓ સ્વીકાર્યા છતાં કોંગ્રેસનો તેને પાછળથી ટેકા હોવાના કારણે તે પાટીદાર સમાજને અંદર અંદર લડાવે છે. વધુમાં પાટીદાર અનામત માંગણી અને આંદોલન બંધ કરી પાટીદારોને ઓબીસીમાં અનામત આપવાની માંગણીને ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

Hardik Patel

સાથે જ આ પ્રસંગે તેને કોંગ્રેસને પણ ફટકારી ચેતવણી આપી હતી કે તે સમાજને ગેરમાર્ગે ના દોરે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હજી પણ તે અંગે ભાગ્યેજ સ્પષ્ટતા કરે છે કે તેને ઓબીસીમાં અનામત જોઇએ છે કે પછી આર્થિક અનામત જોઇએ કે પછી ઓબીસી સિવાયની અનામત જોઇએ. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અને કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસની નવસર્જન યાત્રા દરમિયાન ક્યારેક એક બીજાને મળી શકે તેવી સંભાવના રહેલી છે. વધુમાં હાર્દિકે પણ તે સમાજ સિવાય કોઇનો પણ એજન્ટ ના હોવાની વાત કરી છે. પણ ઉમિયા ફાઉન્ડેશન જેવી ધાર્મિક સંસ્થાઓ દ્વારા હાર્દિક પર આવા આક્ષેપ કરવામાં આવતા આવનારા સમયમાં હાર્દિક પટેલની શાખ શંકાના દાયરામાં જરૂરથી મુકાય તેવી સંભાવના રહેલી છે.

English summary
Vishva Umiya Foundation blame Hardik Patel and congress on reservation matter.
Please Wait while comments are loading...