For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે રવિવારે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયું છે. 11 વોર્ડની 44 સીટ માટે આજથી થઈ રહેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જેનું પરિણામ 5 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં વર્ષ 2021ની શરૂઆત ફેબ્રુઆરી-માર્ચમાં સ્થાનિક ચૂંટણીઓથી થઈ. ભારતીય જનતા પાર્ટીએ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અધ્યક્ષ સી આર પાટિલની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કર્યું. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર બદલ્યા બાદ ભાજપની આ પહેલી ચૂંટણી છે પરંતુ આ તમામ પ્રમુખ પાર્ટીઓએ નાકની લડાઈ બનાવી લીધી છે.

gandhinagar

અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિવિધ રીતે પ્રચાર કરી મતદાતાઓને લોભાવવાના પ્રયત્નો કર્યા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરની મહાનગરપાલિકા પર વર્તમાનમાં ભાજપનો કબ્જો છે પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી આકરી ટક્કર મળી રહી છે.

જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી ગાંધઈનગરમાં ગત દિવસોમાં એક લોક ડાયરો જાગરણ કાર્યક્રમ રાખ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સામેલ થયા હતા. જે બાદ ભાજપે પણ આવો જ એક કાર્યક્રમ રાખ્યો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગાંધીનગરમાં એક રોડ શૉ કર્યો. શુક્રવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરવામાં લાગ્યા હતા.

5 ઑક્ટોબરે પરિણામ જાહેર થશે

ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી પબરિણામ 5 ઓક્ટોબરે ઘોષિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ ભાજપની આ પહેલી ચૂંટણી તેમના માટે પરીક્ષા બની ગઈ છે. આમ આદમી પાર્ટીએ સુરત બાદ ગાંધીનગરમાં જોરદાર જનસંપર્ક કરી પોતાના માટે જમીન તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે અને જેને પગલે ભાજપ કોંગ્રેસ બંનેને આ ચૂંટણી જીતવા માટે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવા પડ્યા.

ગાંધીનગર મહાનગરપાલિકા પોતાના કબ્જામાં કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી એડી ચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી નથી. ત્યારે શું ભાજપ જ ફરી ગાંધીનગર મનપામાં વિરાજમાન થશે કે અન્ય કોઈ પક્ષ કબજો જમાવશે તે તો 5 ઓક્ટોબરે ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ માલૂમ પડશે.

English summary
Voting for the Gandhinagar Municipal Corporation elections will be held till 6 pm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X