બેટ દ્વારકા હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું ઉષ્માસભર સ્વાગત
દેવભૂમિ દ્વારકા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે.
બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બેટ-દ્વારકા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, રીઅલ એડમિરલ અનિલ જગ્ગી, ડીજીપી વિકાસ સહાય, પ્રભારી સચિવ મુકેશ પંડ્યા, અગ્રણી મયુર ગઢવી, ઉષાબેન ગોહિલ, દિલીપ કોટેચા સહિત મહાનુભાવોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
