For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather News : રાજ્યમાં હવામાન વિભાગે માવઠાની આગાહી, આ દિવસે થશે વરસાદ

હાલના સમયે ઉત્તર ભારત ઠંડીથી ખરાબ રીતે ધ્રૂજી રહ્યું છે. ધુમ્મસ અને ઠંડીથી ઘેરાયેલી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ કારણોસર રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

Weather News : હાલના સમયે ઉત્તર ભારત ઠંડીથી ખરાબ રીતે ધ્રૂજી રહ્યું છે. ધુમ્મસ અને ઠંડીથી ઘેરાયેલી દિલ્હીમાં ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ કારણોસર રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ જણાવ્યું છે કે, આજથી આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે દિલ્હીની આબોહવા પહેલાથી જ સુધરી ગઈ છે, પરંતુ હજૂ પણ અહીંની હવા ઝેરી છે. આજે પણ દિલ્હીનો AQI 353 છે, જે અત્યંત નબળી શ્રેણીમાં આવે છે.

આ સાથે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં 21 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી છે. આ ઉપરાંત અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરુચ અને સુરત જિલ્લામાં 22 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી છે.

દિલ્હીમાં પણ થશે વરસાદ

દિલ્હીમાં પણ થશે વરસાદ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છે, જેના કારણે ઘણી સુપર ફાસ્ટ ટ્રેનો સહિત ઘણી ટ્રેન તેમના નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર દિલ્હીમાંજ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણામાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે શિયાળો વધશે.

આ સાથે આગામી બે દિવસમાંઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ જોવા મળશે.

'કોલ્ડ ડે'ની ઘોષણા

'કોલ્ડ ડે'ની ઘોષણા

હવામાન વિભાગે પહેલાથી જ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બે દિવસ માટે 'કોલ્ડ ડે'ની આગાહી કરી છે અનેલોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

નોંધપાત્ર રીતે, જ્યારે લઘુત્તમ તાપમાન 10 °C કરતાં ઓછું હોય અને મહત્તમ તાપમાન સામાન્યકરતાં ઓછામાં ઓછું 4.4 °C ઓછું હોય ત્યારે 'ઠંડો દિવસ' જાહેર કરવામાં આવે છે.

દિલ્હીમાં AQIની સ્થિતિ

દિલ્હીમાં AQIની સ્થિતિ

  • પુસા, દિલ્હી - 301 AQI ખૂબ જ નબળી
  • પંજાબી બાગ - 312 AQI ખૂબ જ નબળી
  • શાદીપુર, દિલ્હી - 345 AQI ખૂબ જ નબળી
  • દિલ્હી દૂધ યોજના કોલોની - 299 AQI ખૂબ જ નબળી
  • અશોક વિહાર દિલ્હી - 245 AQI ખૂબ જ નબળી
  • NSIT દ્વારકા - 222 AQI ખૂબ જ નબળી
  • લોધી રોડ - 267 AQI નબળી
ઠંડી વધવાની શક્યતા છે

ઠંડી વધવાની શક્યતા છે

જ્યારે ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં આ સમયે હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ઘણી જગ્યાએ તાપમાનનોપારો શૂન્યથી નીચે છે અને આ અઠવાડિયે પણ પારો યથાવત્ રહેવાનો છે.

તો આજે મુંબઈ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુના ભાગો, રાયલસીમા, આંધ્રપ્રદેશ,ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે, જેના કારણે પીગળવાની શક્યતા છે.

English summary
Weather News : Meteorological department forecasts non seasonal rains in the states, it will rain on this day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X