Union Budget 2018માં ગુજરાતના ફાળે શું આવ્યું? જાણો અહીં
કેન્દ્રિય બજેટ 2018 ડીસાના ખેડૂતો માટે લાવ્યું સારા સમાચારમાછીમારો અને પશુપાલકોને પણ ફાયદોઆ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં...
1 ફેબ્રૂઆરીના રોજ નાણાં મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષનું બજેટ અનેક રીતે ખાસ છે. વર્ષ 2019ની ચૂંટણી પહેલાનું આ મોદી સરકારનું છેલ્લુ પૂર્ણ બજેટ છે, આથી સરકાર આમાં પોતાની તમામ તાકાત બતાવી દેશે એમ કહેવાઇ રહ્યું હતું. વળી, અરુણ જેટલીએ આ બજેટ પોતાના આગવા અંદાજમાં હિંદી અને અંગ્રેજી ભાષામાં રજૂ કર્યું હતું. સ્વતંત્રતા પછીથી બજેટ અંગ્રેજી ભાષામાં જ રજૂ થયું છે, એની જગ્યાએ અરુણ જેટલીએ અનેક જગ્યાએ હિંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ખાસ કરીને ખેડૂતો અંગે વાત કરતી વખતે તેમણે હિંદીમાં માહિતી રજૂ કરી હતી, બટાકા અને કાંદાના ખેડૂતોના લાભની વાત અરુણ જેટલીએ કરી હતી, જેનો લાભ ગુજરાતના ખાસ કરીને ડીસાના બટાકાના ખેડૂતોને પણ મળશે. નાણાં મંત્રીએ બટાકા અને ડુંગળીના ખેડૂતો માટે ઓપરેશન ગ્રીન લોન્ચ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોની માફક હવે માછીમારોને પણ સરકાર ક્રેડિટ કાર્ડ આપશે, જેનો ફાયદો પોરબંદરના માછીમારોને મળશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બંને મુદ્દાઓ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. પશુપાલકોને પણ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન યોજના માટે વડાદરામાં ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે, જેમાં આ યોજનામાં ભાગીદાર થવા માટે યુવાઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. જેને પરિણામે ગુજરાતમાં સ્કિલ્ડ મેન પાવર અને રોજગારીની તકોમાં વધારો થશે.












Click it and Unblock the Notifications
