શું છે સાળંગપુર મંદીરનો વિવાદ? લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ? જાણો પુરો મામલો
સાળંગપુરમાં હનુમાનની મૂર્તિની નીચે સ્થાપિત ભીંતચિત્રોને લઈને ગુજરાતમાં વિવાદ ફાટી નીકળ્યો છે. આ ભિંતચિત્રોમાં હિન્દુ દેવતાને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર આનો ઘણો વિરોધ થઈ રહ્યો છે, તો હવે સનાતન ધર્મના સંતો પણ ભગવાનને સંતના સેવક તરીકે દર્શાવવાના આ પ્રદર્શનનો વિરોધ કરવા આગળ આવ્યા છે. મોરારી બાપુ, પ્રસિદ્ધ સંત હર્ષદ ભારતી બાપુ અને કચ્છના કબરાઈ મુગલ ધામના મહંત મણિધર બાપુ સહિત અનેક હિન્દુ સંતો-મહંતોએ જાહેરમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાય વિવિધ જૂથોમાં વિભાજિત છે, સહજાનંદ સ્વામી (1781-1830)ને ભગવાન સ્વામિનારાયણ તરીકે પૂજે છે, જેમની આસપાસ સંપ્રદાય એકત્ર થયો હતો.
વડતાલ ગાદી જૂથના સંચાલન હેઠળ સલંગપુરના હનુમાન મંદિરે હનુમાનજી મહારાજની પ્રભાવશાળી 54 ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરી હતી. પ્રતિમાના પાયા પર અસંખ્ય ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા. જો કે, ભીંતચિત્રોમાં, હનુમાનજીને સહજાનંદ સ્વામીના સમર્પિત શિષ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીની સામે ઊભા રહેલા દર્શાવવામાં આવ્યા છે, જે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં દર્શાવ્યા છે. અન્ય ભીંતચિત્રમાં હનુમાનજીને આસન પર બેઠેલા સહજાનંદ સ્વામીના સામે હાથ જોડીને બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આ ભીંતચિત્રોની છબીઓ વ્યાપકપણે પ્રસારિત થવા લાગી ત્યારે વિવાદ થયો હતો.












Click it and Unblock the Notifications
