તસવીરો: જ્યારે બાથરૂમમાં ધૂસ્યો મગર

Posted By:
Subscribe to Oneindia News

વડોદરામાં મગરનો ત્રાસ છાશવારે વધી રહ્યો છે. ક્યારે વડોદરાની ગાર્ડનમાં મગર લોકોને ડરાવી મૂકી છે. તો ક્યારેક તળાવ પાસે. વારંવરા નદીમાં મગર આવી જતા લોકોના માથે મગરનો ડર હંમેશા રહેલો હોય છે. ત્યારે હાલમાં જ વડોદરામાં બાથરૂમમાં મગરનું બચ્ચું આવી જતા ભારે નાસભાગ મચી ગઈ હતી.

OMG: સાપ મોડેલના સ્તન પર કરડ્યો, સાપની મૌત, વીડિયો વાયરલ

When Crocodile seen in Bathroom, See Pics

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા જયનારાયણ નગરના મકાન નંબર 2ના બાથરૂમમાં મગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું ઘૂસી ગયું હતું. ઘરના લોકોને મગર બાથરૂમમાં દેખાતા જ ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. અને સોસાયટીના રહીશો એકત્ર થઇ ગયા હતા. મકાન નંબર 2માં રહેતી કિશોરીએ કાંસ પાસેથી આવતા મગરનું બચ્ચું જોયું હતું અન તેણે બાજુના ઘરમાં જાણ કરીને દરવાજા બંધ કરી દેવા જણાવ્યું હતું તેમજ તેણે પોતાન ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો.

When Crocodile seen in Bathroom, See Pics

ત્યાર બાદ રહીશો દ્વારા તુરંત જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જેમાં અડધો કલાકની મહામહેનતે મગરના બચ્ચાને રેસક્યૂ કરીને વનવિભાગ લઇ જવાયું હતું.

When Crocodile seen in Bathroom, See Pics

આ મગરનું બચ્ચું જયનારાયણ નગરની પાછળ આવેલા નાળામાંથી ઘરમાં આવ્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. મગરનું બચ્ચું પકડાઇ જતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. અહીના રહિશોએ જણાવ્યું હતું કે અહી પાસેના કાંસમાં 3 જેટલા મગર રહે છે અને તે અવારનવાર આ રીતે રહેવાસી વિસ્તારમાં આવી જતા હોય છે.

When Crocodile seen in Bathroom, See Pics
English summary
When Crocodile seen in Vadodara Apartment.
Please Wait while comments are loading...