કોણ છે મનસુખ માંડવિયા અને મોદીજીએ તેમનું નામ ડાયરીમાં નોંધી લેવા કેમ કહ્યું હતું?
Who is Mansukh Mandaviya: ગુજરાતના લોકપ્રિય પાટીદાર નેતા મનસુખ માંડવિયાને પોરબંદરથી લોકસભા ચૂંટણી 2024ની ટિકિટ આપવામાં આવી છે. ભાજપ તરફથી મનસુખ માંડવિયાને ટિકિટ મળતાં જ ભાજપના સ્થાનિક આગેવાનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મનસુખ માંડવિયા એક એવું નામ છે જેનાથી માત્ર જન-જન જ નહીં બલકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગર્વથી ગદગદ થઇ ગયા છે, અને એટલે જ નરેન્દ્ર મોદીએ અગાઉ એક જાહેર સભામાં મનસુખ માંડવિયાનાં વખાણ કરતાં કહ્યું હતું કે, ડાયરીમાં નોંધી લો મનસુખ ભાઈ એક દિવસ ખુબ પ્રગતિ કરશે.

કોણ છે મનસુખ માંડવિયા?
મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયાનો જન્મ 1 જૂન, 1972ના રોજ થયો હતો. તેઓ એક ભારતીય રાજકારણી છે, અને તેઓ હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે.
મનસુખ માંડવિયાનો જન્મ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હનોલ નામના નાનાકડા ગામમાં થયો હતો. મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળા, હનોલમાંથી અને ઉચ્ચ શાળાનો અભ્યાસ સોનગઢ ગુરુકુળમાંથી પૂર્ણ કર્યો છે.
એચએસસી પૂર્ણ કર્યા બાદ મનસુખ માંડવિયાએ વેટરનરી લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો, અને સોનગઢ ગુરુકુળ અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગુજરાત ખાતે શિક્ષણ મેળવ્યું છે. જે બાદમાં તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન(પોલિટિકલ સાયન્સ)માં એમએનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2021માં મનસુખ માંડવિયાએ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચમાંથી રાજકીય વિજ્ઞાન (પોલિટિકલ સાયન્સ)માં પીએચડીની ડિગ્રી મેળવી છે. મનસુખ માંડવિયા હાલમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ ભારત અને રસાયણ અને ખાતર મંત્રી છે.
મનસુખ માંડવિયાએ સંભાળેલા હોદ્દા
- 2002-2007: પાલિતાણા માટે ગુજરાત વિધાનસભાના સભ્ય
- 2010: ચેરમેન, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
- 2012-2018: રાજ્યસભાના સભ્ય
- 2013: ભાજપના પ્રદેશ સચિવ, ગુજરાત
- 2015: ભાજપ, ગુજરાતના સૌથી યુવા મહામંત્રી
- 2016-2019: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી
- 2018: રાજ્યસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા
- 2019: બંદરો, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન
- 2021: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ભારતના મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી
મનસુખ માંડવિયા વિશે શું બોલ્યા મોદી જી?
પોરબંદરને એક એવા ઉમદા ઉમેદવાર મળ્યા છે જેમના વખાણ કરતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી થાકતા. નરેન્દ્ર મોદીને મનસુખ માંડવિયાથી અનેક આશાઓ છે અને મનસુખભાઈ નરેન્દ્ર મોદીની દરેક આશાઓ પાર પણ પાડી રહ્યા છે.
અગાઉ જાહેર સભામાં પણ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે, "કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી લેજો.મનસુખભાઈનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે, તેમનામાં પડેલી શક્તિઓ આવતી કાલને ઉજ્જવળ કરશે તેની મને સંપૂર્ણ આશા છે અને મને વિશ્વાસ છે કે હું સાચો પડીશ."
વધુમાં નરેનદ્ર મોદીએ કહ્યું કે, મનસુખ માંડવિયામાં અવિરત નિષ્ઠા અને સમર્પણ સાથે ઝઝૂમવાની આવળત પડી છે. જાહેર જીવનમાં કામ કરનાર લોકો પાસે એકસાથે આટલી બધી ચીજો હોવી ભાગ્યે જ જોવા મળે છે જે મનસુખ ભાઈમાં છે, અને એટલે જ હું મનસુખભાઈનું ભવિષ્ય ઉજ્જવળ જોઈ રહ્યો છું.
મનસુખ માંડવિયાની તાલુકા પંચાયતની ચૂંટણીથી લઈ સાંસદ સભ્યના ઉમેદવાર સુધીની સફર રોમાંચક રહી. તેમણે ડગલેને પગલે જનકલ્યાણના કાર્યો કર્યાં છે. મનસુખભાઈ માંડવિયા મહાત્મા ગાંધીથી પણ ખુબ પ્રેરિત થયા છે એમ પણ કહી શકાય. 2004માં તેમણે 'બેટી બચાવો, બેટી પઢાવો' કેમ્પેન માટે 123 કિમી લાંબી કન્યા કેળવણી જ્યોત પદયાત્રા કાઢી હતી, અને આ પદયાત્રા મારફતે તેમણે પોતાના મતવિસ્તારના 45 ગામને જોડ્યાં હતાં. આ ઉપરાંત 2006માં, તેમણે "બેટી બચાવો-બેટી પઢાવો, વ્યાસ હટાઓ" શીર્ષક સાથે તેમના મતવિસ્તારના 52 ગામોને જોડતી 127 કિમીની પદયાત્રાનું આયોજન કર્યું હતું.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
