ભરતસિંહના રંગીન મિજાજ સામે રેશમા પટેલનો આક્રમક મિજાજ ? વિક્ટીમ કોણ ?

ભરતસિંહના રંગીન મિજાજ સામે રેશમા પટેલનો આક્રમક મિજાજ ? વિક્ટીમ કોણ ?

ભરતસિંહ સોલંકી અને રેશમા પટેલનો પારિવારિક વિવાદ હવે જાહેર ચર્ચાનો મુદ્દો બની ગયો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી કેન્દ્રિય મંત્રી પણ રહી ચુક્યા છે. ભરતસિંહ સોલંકીના અન્ય યુવતીઓ સાથેના સંબંધઓના આક્ષેપો સાથે તેમના પત્નીએ તેમની સાથે છેડો ફાડ્યો છે અને બંને સાથે રહેતાં નથી. એકબીજાએ સામસામે કેસ દાખલ કરેલા છે અને આ સમગ્ર કેસ ન્યાયાધિન (Sub judice) છે. ત્યારે, તાજેતરમાં તેમના પત્ની રેશમા પટેલે ભરતસિંહ સોલંકીનો પીછો કરી એક યુવતીના ઘરમાં ઝડપી પાડ્યા અને ભરતસિંહ તથા હાજર યુવતીને મારવામાં આવ્યા.

bharatsinh solanki

આ સમગ્ર પ્રક્રરણ પર આજે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ પરથી પરદો ઉચક્યો. રેશમા પટેલે જે રીતે યુવતી સાથે વર્તન કર્યુ છે તે, તદ્દન અયોગ્ય અને મર્યાદાહિન છે. ખરેખર તેમણે આ રીતે યુવતી સાથે વર્તન કરતાં પહેલાં પોતાના ભુતકાળ તરફ નજર દોડાવી હોત તો, પોતે પણ ક્યારેક આ રીતે જ ભરતસિંહ પરણિત હોવા અને પત્ની હોવા છતાં સંપર્કમાં આવેલા અને ભરતસિંહ સોલંકીના પ્રથમ લગ્ન જીવનનું ભંગાણ થયેલ. ઉલ્લેખનિય છેકે, ભરતસિંહ સોલંકીના પ્રથમ લગ્ન રેખા સોલંકી સાથે થયા હતા અને તે બાદમાં લગ્ન વિચ્છેદ પણ થયો હતો. બાદમાં ભરતસિંહ સોલંકીએ રેશમા પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા.

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હોવાના કારણે સંગઠન પર પણ તેમની મજબુત પકડ છે., આ કારણે વિરોધીઓનું છુપુ સમર્થન કદાચ રેશમા પટેલને મળી શકે છે, પરંતું, તેમના વ્યક્તિગત જીવનમાં આ ખાઇ તેમને નડી પણ શકે છે. રેશમા પટેલે જે રીતે ગેરકાયદે ઘરમાં ઘુસીને નીજી સ્વતંત્રતા હણવાનો પ્રયાસ કર્યો છે. તે તેમને કાયદાકીય દ્રષ્ટીએ પણ મુશ્કેલી સર્જી શકે છે. ભરતસિંહ સોલંકી જે રીતે તેમની સાથે છુટાછેડા મેળવવા કાનુની પ્રક્રિયા કરી રહ્યા છે. તેમાં પણ તેમને રેશમા પટેલનું આ વલણ દસ્તાવેજી પુરાવા તરીકે ફાયદાકારક થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X