અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને કહ્યુ - તમે કહો, કોને બનાવીએ AAPના મુખ્યમંત્રી ઉમેદવાર, શરુ કર્યુ અભિયાન

અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજ્યમાં આપના મુખ્યમંત્રી ઉમેદવાર અંગે મોટુ એલાન કર્યુ છે.

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનુ હવે તે સમયે એલાન થઈ શકે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્યમાં રાજકીય પારો ઉંચકાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી આ વખતે ભાજપને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે. આ ક્રમમાં અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજ્યમાં આપના મુખ્યમંત્રી ઉમેદવાર અંગે મોટુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે જે પણ અમારા મુખ્યમંત્રી ઉમેદવાર હશે એ ગુજરાતના આગલા મુખ્યમંત્રી હશે. આજે અમે જનતાને પૂછીએ છીએ કે તમે કહો, તમારા સીએમ કોણ હોવા જોઈએ.

cm kejriwal

અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે આના માટે અમે એક નંબર જાહેર કર્યો છે. સાથે જ લોકો એસએમએસ કે વૉટ્સએપ મેસેજ પણ મોકલી શકે છે અથવા વૉઈસ મેસેજ પણ મોકલી શકે છે. ઈમેલ દ્વારા પણ લોકો પોતાની પસંદગી જણાવી શકે છે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે લોકો પરિવર્તન ઈચ્છે છે અને મોંઘવારી-બેરોજગારીમાંથી રાહત ઈચ્છે છે. આ લોકોએ 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલ્યા, પહેલા વિજય રૂપાણી સાહેબ હતા, તેમને બદલીને ભૂપેન્દ્ર પટેલ સાહેબને કેમ લાવ્યા? શું આનો મતલબ એવો થાય કે વિજય રૂપાણીમાં કંઈક બરબડ હતી? તે પહેલા જ્યારે વિજય રૂપાણી સાહેબને લાવવામાં આવ્યા ત્યારે જનતાને પૂછવામાં આવ્યુ ન હતુ. દિલ્લીમાં બેસીને નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકશાહીમાં લોકો નક્કી કરે છે કે મુખ્યમંત્રી કોણ હશે. તમે ન તો 2016માં પૂછ્યુ કે ન તો 2021માં. અમે જનતાને પૂછીને નક્કી કરીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનાવવા માંગો છો.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ કે પંજાબમાં અમે જનતાને પૂછ્યુ કે કોણે મુખ્યમંત્રી હોવુ જોઈએ ત્યારે બધાએ ભારે બહુમતથી ભગવંત માન સાહેબનુ નામ લીધુ. તો જનતાની ઈચ્છા મુજબ અમે ભગવંત માન સાહેબનુ નામ જાહેર કર્યુ હતુ. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવવા જઈ રહી છે. જે પણ અમારા મુખ્યમંત્રી ઉમેદવાર હશે તે ગુજરાતના આગલા મુખ્યમંત્રી હશે. માટે આજે અમે જનતાને પૂછીએ છીએ કે તમે કહો, કોણ તમારા સીએમ હોવા જોઈએ. 3 નવેમ્બરે સાંજે 5.00 વાગ્યા સુધી આ નંબર ચાલુ રહેશે અને ત્યારબાદ 4 નવેમ્બરે જે પણ પરિણામ હશે તે જનતા સામે રાખીશુ કે ગુજરાતના લોકો પોતાના આગલા સીએમ કોને બનાવવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X