• search

મહેસાણાઃ ભાજપ કરશે પુનરાવર્તન કે કોંગ્રેસ મેળવશે જીત?

ગુજરાતમાં 30મી એપ્રિલે લોકસભા ચૂંટણી 2014 માટે મતદાન થવાનું છે. ગુજરાત ભરમાં મોદીની એક લહેર જોવા મળી રહી છે, ગુજરાતમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યો છે, તેને જોતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની આશાનુરુપ બેઠકો મેળવશે, તે છતાં ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં કોંગ્રેસ પોતાની પકડ જમાવી રાખવામાં સફળ નીવડી શકે છે.

ગુજરાતની આવી જ એક બેઠક છે, મહેસાણા. આ બેઠક પર ક્યારેક ભાજપનું તો ક્યારેક કોંગ્રેસનું જોર રહ્યું છે. આ બેઠકના ઇતિહાસ પર નજર ફેરવીએ તો 1984થી 1998 સુધી ભારતીય જનતા પાર્ટીની પકડ હતી. એ સમયે એવું લાગી રહ્યું હતું કે આ બેઠક ભાજપનો ગઢ બની ગઇ છે. સતત પાંચ લોકસભા ચૂંટણીમાં ભાજપનો કેસરિયો અહી લહેરાયો હતો, પરંતુ 1999ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. ત્યારબાદ 2004માં પણ આ બેઠક પર કોંગ્રેસનો પંજો પડ્યો હતો. પરંતુ 2009માં આ બેઠક ફરી ભાજપના ખાતામાં આવી છે, અને આ વખતે પણ ભાજપ આ બેઠક પર પોતાનો કેસરિયો લહેરાય એ દિશામાં કાર્યરત છે. સામે છેડે કોંગ્રેસ પણ આ બેઠકને પોતાની બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

વાત આમ આદમી પાર્ટીની કરવામાં આવે તો, હાલ સમીકરણ બદલાઇ ગયા છે. થોડા સમય પહેલા એટલે કે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઇ ત્યારે એક એવી હવા ઉભી થઇ હતી કે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પણ પોતાની પકડ જમાવશે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સારા એવા સમર્થકો એકઠાં કર્યા હતા, પરંતુ જે રીતે અરવિંદ કેજરીવાલ પોતાના નિવેદનથી ફરી રહ્યાં છે અને દિલ્હીમાં સરકાર માત્ર 49 દિવસમાં પડી જતાં રાજ્યમાં આમ આદમી પાર્ટીનું જોર ઘટી ગયું છે. ચાલો મહેસાણા અંગે વધુ જાણીએ.

1984માં બે બેઠકમાંથી એક બેઠક હતી મહેસાણાની

1984માં બે બેઠકમાંથી એક બેઠક હતી મહેસાણાની

ભારતીય જનતા પાર્ટીના ઉદયની વાત કરવામાં આવે તો 1984માં જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી ત્યારે તેને ભારતમાં માત્ર બે બેઠક પર વિજય મળ્યો હતો. જેમાની એક બેઠક મહેસાણાની હતી અને બીજી બેઠક આંધ્ર પ્રદેશના મહેસાણાની વાત કરવામાં આવે તો એકે પટેલ વિજયી થયા હતા. જ્યારે આંધ્ર પ્રદેશની હાનમકોન્ડા બેઠક પરથી ચાંદુપટલા જંગા રેડ્ડી વિજયી થયા હતા.

જીવાભાઇ પટેલ(કોંગ્રેસ)

જીવાભાઇ પટેલ(કોંગ્રેસ)

જરૂરિયાતોને સરકાર દ્વારા મળતા લાભો પહોંચાડવા, જે કેનાલના કામ ખોરંભે ચઢ્યા છે તેને પૂર્ણ કરાવવામાં આવશે.

વંદનાબેન પટેલ(આપ)

વંદનાબેન પટેલ(આપ)

અહીનો સેક્સ રેટિયો ઘણો ખરાબ છે, સાંસદ બનીને હું એ શોસિયલ સિસ્ટમને બદલવાની દિશામાં પ્રયાસ કરીશ. આ ઉપરાંત હું કોમ્યુનિટી મેરેજ બ્યૂરો શરૂ કરીશ, જે જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા સંચાલિત હશે અને જે થકી યુવાનોને તેમના સાથી શોધવામાં મદદ કરશે. ભ્રષ્ટાચાર સામે લડીશ.

જયશ્રીબેન પટેલ(ભાજપ)

જયશ્રીબેન પટેલ(ભાજપ)

ગુજરાત સંબંધીત વિષયોમાં અમદાવાદ મહેસાણા વચ્ચે બ્રોડગેજ કન્વરઝેશન મહત્વનું છે. યુપીએ સરકારે મારી માગને સ્વિકારી પરંતુ એ માટેના 92 કરોડ રૂપિયા આપવામાં આવ્યા નથી. તેમજ નર્મદા ડેમને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ જેથી તેનું પાણી મહેસાણાના ખેડૂતોને મળી શકે.

કઇ જ્ઞાતિનો દબદબો

કઇ જ્ઞાતિનો દબદબો

મહેસાણા બેઠક પર પટેલ જ્ઞાતિનો દબદબો છે. કડવા પટેલ 90 ટકા, ઠાકોર જ્ઞાતિની સંખ્યા 25 ટકાની આસપાસ છે.

બેઠકના ઇતિહાસ પર એક નજર

બેઠકના ઇતિહાસ પર એક નજર

1951

કોંગ્રેસઃ- શાંતિલાલ પારેખ-107525

અપક્ષઃ- પરષોત્તમદાસ પટેલ-74084

તફાવતઃ-33441

1957

અપક્ષઃ-પરષોત્તમદાસ પટેલ-175887

કોંગ્રેસઃ- વાડીલાલ મહેતા-78802

તફાવતઃ- 97085

1962

કોંગ્રેસઃ- મનિષ પટેલ-154631

સ્વતંત્રઃ- રામચંદ્ર અમીન-147693

તફાવતઃ-6938

બેઠકના ઇતિહાસ પર એક નજર

બેઠકના ઇતિહાસ પર એક નજર

1967

સ્વતંત્રઃ-આરજે અમીન-191205

કોંગ્રેસઃ- એસપી પટેલ- 154259

તફાવતઃ- 36946

1971

એનસીઓઃ-નટવરલાલ પટેલ-181057

કોંગ્રેસઃ-શંકરચંદ પટેલ- 83743

તફાવતઃ-97314

1977

બીએલડીઃ-મણીબેન પટેલ- 240776

કોંગ્રેસઃ- નટવરલાલ પટેલ-118664

તફાવતઃ- 122112

બેઠકના ઇતિહાસ પર એક નજર

બેઠકના ઇતિહાસ પર એક નજર

1980

જનતા પાર્ટીઃ-મોતીભાઇ ચૌધરી-161040

કોંગ્રેસઃ- નરેન્દ્ર રાવલ- 141612

તફાવતઃ- 19428

1984

ભાજપઃ- એકે પટેલ-287555

કોંગ્રેસઃ- સાગરભાઇ રાયંકા-243659

તફાવતઃ-43896

1989

ભાજપઃ એકે પટેલ- 387797

કોંગ્રેસઃ- મોતીભાઇ ચૌધરી-252467

તફાવતઃ-135330

બેઠકના ઇતિહાસ પર એક નજર

બેઠકના ઇતિહાસ પર એક નજર

1991

ભાજપઃ-એકે પટેલ- 251605

કોંગ્રેસઃ- બાબળદાસ પટેલ-169583

તફાવતઃ- 82022

1996

ભાજપઃ- એકે પટેલ-264740

કોંગ્રેસઃ- મણીલાલ પટેલ-139589

તફાવતઃ- 125151

1998

ભાજપઃ- એકે પટેલ-338368

કોંગ્રેસઃ- મનિષ ઠાકોર-213034

તફાવતઃ- 125334

બેઠકના ઇતિહાસ પર એક નજર

બેઠકના ઇતિહાસ પર એક નજર

1999

કોંગ્રેસઃ- આત્મારામ પટેલ-340445

ભાજપઃ- એકે પટેલ-284710

તફાવતઃ- 55735

2004

કોંગ્રેસઃ- જીવાભાઇ પટેલ-339643

ભાજપઃ- નીતિન પટેલ-325132

તફાવતઃ- 14511

2009

ભાજપઃ-જયશ્રીબેન પટેલ -334631

કોંગ્રેસઃ-જીવાભાઇ પટેલ-312766

તફાવતઃ- 21865

English summary
who will win bjp or congress analysis of mehsana constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more