Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે વાઇબ્રન્ટ સમિટનું રોકાણ નરેન્દ્ર મોદીને કેમ આંકડાની માયાજાળ લાગ્યું?

narendra-modi
ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના આયોજને ગુજરાતને નવી ખ્યાતિ અપાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. જો કે વાઇબ્રન્ટમાં થતા એમઓયુ અને રોકાણોના આંકડા અંગે નરેન્દ્ર મોદીનો સ્વર તીવ્રથી મંદ તરફ રેલાઇ રહ્યો છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રોકાણની રકમ આંકડાઓની માયાજાળ લાગી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આ વાત પોતાના મોઢામાંથી ઉચ્ચારી હતી. તેમણે સુરતમાં સ્પાર્કલના ઉદઘાટનમાં અને અન્ય ઇવેન્ટોમાં જણાવ્યું હતું કે રોકાણના આંકડા તો માયાજાળ છે. સરકાર હવે નોલેજ, એજ્યુકેશન, ટેક્નોલોજી પર કામ કરવા માંગે છે.

સામાન્ય વ્યક્તિ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એક સપનું છે, જે સરકારે સાકાર કર્યું છે. આ ખુશીનું તે જશ્ન મનાવે છે. આમ છતાં આ વર્ષે નરેન્દ્ર મોદી પાછલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જેમ રોકાણના મુદ્દાને શા માટે મહત્વ આપી રહ્યા નથી તે બૌદ્દિક વર્ગમાં ચર્ચાનો પ્રશ્ન છે. આ માટેના કેટલાક દેખીતા કારણ ગુજરાતમાં વિપક્ષ સ્થાને બેસેલી કોંગ્રેસે આપ્યા છે. કેટલાક કારણે મીડિયા રિપોર્ટ્સમાં દર્શાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીને હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોકાણના આંકડા માયાજાળ લાગી રહ્યા છે. તેઓ હવે સમિટના પ્રચારમાં આંકડાને દૂર રાખી રહ્યા છે. આ માટે તેમણે જણાવ્યું કે અગાઉ ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પ્રોજેક્ટ કરવામાં આવતી હતી. હવે યુવાનોને જ્ઞાન મળે અને બિઝનેસ ટુ બિઝનેસ થઇ શકે તે માટે યોજવામાં આવી રહ્યો છે. આ વખતે સમગ્ર ધ્યાન ચાર બાબતો ઇનોવેશન, સસ્ટેનિબિલિટી, યુથ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ અને નોલેજ સેક્ટર શેરિંગ એન્ડ નેટવર્કિંગ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીની નવી સ્ટ્રેટેજી ભલે યુવાનોને કેન્દ્રમાં રાખતી હોય પણ હકીકતો અને આંકડાઓ દર્શાવે ચે કે શું છેલ્લી પાંચ સમિટના આંકડાઓ ડંકો વગાડીને કહેતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને, ભારતની જનતાને અત્યાર સુધી ભ્રમમાં રાખી એવો પ્રશ્ન થાય છે. પ્રશ્નનો જવાબ 'હા'માં છે. આવો જવાબ કેમ? આ પાછળના કારણો આ રહ્યા.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2003
14 ક્ષેત્રોમાં 80 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 66,068 કરોડ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2005
આ સમિટમાં 12 સેક્ટરમાં 227 પ્રોજેક્ટ્સ માટે 226 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 1,06,160 કરોડ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2007
આ સમિટમાં 12 સેક્ટરમાં 343 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 4,61,835 કરોડ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2009
વિદેશી સહભાગીતા સાથે યોજાયેલી સમિટમાં 32 સેક્ટરમાં 3574 પ્રોજેક્ટ્સ માટે 3346 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 12,34,898 કરોડ હતી.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2011
આ સમિટમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે પ્રથમવાર એમઓયુ કરવામાં આવ્યા હતા. આ સમિટમાં 33 ઉપરાંતના સેક્ટરમાં 8380 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુની કુલ રકમ રૂપિયા 20,83,000 કરોડ એટલે કે અંદાજે $ 450 બિલિયન હતી.

તાજેતરમાં બિઝનેસ ડેઇલી ધ બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં યોજાયેલા પ્રથમ ચાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કુલ એમઓયુની રકમના માત્ર 15 ટકા પ્રોજેક્ટ્સ જ વાસ્તવિક રીતે અમલી બન્યા હતા. અંદાજે રૂપિયા 10 કરોડના પ્રોજેક્ટ્સમાં કોઇ ગતિવિધિ દેખાઇ નથી. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2005માં રૂપિયા 16,500 કરોડના 422 પ્રોજેક્ટ્સમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું હતું. વર્ષ 2011માં તેમાંથી માત્ર 75 પ્રોજેક્ટ્સ જ કાર્યરત હતા.

અન્ય એક દૈનિક ડીએનએનો રિપોર્ટ કહે છે કે વર્ષ 2003થી 2011 સુધીમાં જેટલા એમઓયુ સાઇન કરવામાં આવ્યા તેમાંથી 40 ટકા પ્રોજેક્ટ્સ ડિસેમ્બર 2012માં શરૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 20 ટકાથી વધારે પ્રોજેક્ટ્સ નિષ્ફળ ગયા હોવાથી તેને અભરાઇ પર ચઢાવી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ 1995ની સરખામણીએ નવા પ્રોજેક્ટ્સ શરૂ થવામાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ કારણે નરેન્દ્ર મોદીએ સૌનું ધ્યાન રોકાણની રકમથી દૂર કરી યુવાનો પર અને ટેકનોલોજી અપનાવવા પર કેન્દ્રિત કર્યું છે. જેથી આગામી લોકસભા ચૂંટણી 2014માં નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ તરફથી આર્થિક સ્તરે નિષ્ફળતાના આક્ષેપોને ખાળવામાં વધારે મદ કરવી ના પડે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X