જાણો કેમ હાર્દિક પટેલ કોંગ્રેસના યુવરાજને નહીં મળે?

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના યુવરાજ એટલે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતમાં નવસર્જન યાત્રા કરી રહ્યા છે. પહેલા તેવું જાણવા મળ્યું હતું કે 3 નવેમ્બરે સુરતમાં હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી એક જ મંચ પર જોવા મળશે. પણ તે પછી હાર્દિક પટેલ 7 નવેમ્બર સુધીમાં કોંગ્રેસને અનામત મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાની વાત કરતા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી, રાહુલની આ ત્રિ દિવસીય યાત્રામાં એક બીજાને નહીં મળે. ત્યારે હવે તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હાર્દિકના તેવર ભાજપ પછી કોંગ્રેસને પણ નથી ગમ્યા અને હવે બન્ને જણા ભાવ ખાઇ રહ્યા છે કે પહેલા તું પહેલા તું. ત્યારે નીચે મુજબ કારણોની સંભાવના રહેલી છે કે આ બન્ને લોકો આવનારી 3 દિવસની યાત્રામાં કેમ નહીં મળે?

ઇમેજનો સવાલ છે?

ઇમેજનો સવાલ છે?

હાલ જ્યાં હાર્દિકને તે સફાઇ આપવી પડે છે કે તે ખાલી સમાજનો એજન્ટ છે. ત્યાં આ વાત સ્વીકારવી સરળ પડી જાય છે કે તાજના વીડિયો પછી અને પાટીદારના જ કેટલાક સંગઠનો દ્વારા હાર્દિકને કોંગ્રેસનું મહોરું ગણાવતા હાર્દિકને પોતાની ઇમેજ બચાવવી જરૂરી પડી ગઇ છે. નહીં તો તેના દ્વારા કરાયેલી આ તમામ મહેનત પડતા વાર નહીં લાગે. અને આ માટે કોંગ્રેસ સામે થોડાક તો તેવર બતાવવામાં જ પડશે નહીં તો અનામતનો જે મુદ્દો લઇને તે ચાલી રહ્યો છે તેનો જવાબ આપવો તેના માટે જ મુશ્કેલ બની જશે.

કોંગ્રેસ

કોંગ્રેસ

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના અલ્ટીમેટમ પછી કોંગ્રેસ પાટીદારોને અનામત આપવાની જાહેરાતો કરી લીધી હતી. તે પછી પણ હાર્દિકે 7 નવેમ્બર સુધી બીજી વધુ માંગો કરતા કોંગ્રેસ પણ હવે પોતાની ઇમેજ બચાવવા માંગે છે. અને માટે જ આજે ભરત સિંહ સોલંકીએ સ્પષ્ટતા આપી કે રાહુલ અને હાર્દિકની મુલાકાત હાલ નહીં થઇ શકે.

હાર્દિકની ચાલ

હાર્દિકની ચાલ

હાર્દિક પોતાના પત્તા સરળતાથી ખોલવા નથી માંગતો. કારણ કે અલ્પેશ ઠાકોરે જેટલી જલ્દીથી કોંગ્રેસમાં ભળી ગયો તે પછી તેની પોતાની ઓળખ મટી ગઇ અને હવે એક કોંગ્રેસી તરીકે તેને એક નવી ઓળખ મળી ગઇ છે. ત્યારે માની શકાય કે હાર્દિક પટેલે છેલ્લે સુધી ભાજપ અને કોંગ્રેસ બન્ને પર પ્રેશર બનાવવા માંગે છે. અને આ દ્વારા વધુ લોકપ્રિયતા બનાવવા માંગે છે.

ભાજપનો પક્ષ

ઉલ્લેખનીય છે કે હાર્દિક અને તેની અનામત માંગોને લઇને ભાજપના નેતાઓ પણ સ્પષ્ટતા માંગી રહ્યા છે. સીએમ વિજય રૂપાણી પછી જીતુ વાઘાણીએ પણ ટ્વિટ કરીને પુછ્યું છે કે શું હાર્દિકે રાહુલ ગાંધીને ઓબીસીમાંથી આરક્ષણની માંગણી કરી છે? આ મામલે તેણે ગુજરાતની જનતાને સ્પષ્ટતા આપવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અનામત કોઇ ચોકલેટ નથી કે દુકાન પર માંગે અને તે મળી છે. તે એક કાનૂની પ્રક્રિયા છે જેના પોતાના નિયમ કાનૂન છે. જે સમજવું જરૂરી છે.

English summary
Why Rahul Gandhi and Hardik Patel will not meet each other? Read analytic article on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.