For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનું ગુજરાતીઓને આશ્વાસન : ગુજરાતના વિકાસને અસર નહીં

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 10 જૂન : રાષ્ટ્રીય રાજકારણમાં નવી અને મોટી જવાબદારી મળ્યા બાદ અમદાવાદ આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની છ કરોડની જનતાને આશ્વાસન આપ્યું છે અને જણાવ્યું છે કે તેનાથી ગુજરાતના વિકાસને કોઇ અસર નહીં પહોંચે.

ગોવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ અમદાવાદ આવી રહોંચેલા નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાતની જનતાને પણ સંદેશો આપતા જણાવ્યું હતું કે "લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજકારણમાં મને મળેલી નવી જવાબદારીને કારણે ગુજરાતના વિકાસને અસર નહીં પહોંચે તેની ખાતરી આપું છું."

છેલ્લા એક દાયકામાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસની નવી દિશા આપી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ ગુજરાતની જનતાને આ માટે ધન્યવાદ આપે છે. મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય હું ગુજરાતની જનતાને આપું છું. મને વિશ્વાસ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત વિજય મળશે. પાર્ટીએ મોદીને નવી જવાબદારી સોંપતા તેમના ચહેરા પર નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો હતો.

English summary
Will not affect development of Gujarat : Modi to Gujaratis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X