વડોદરા: 6 લાખની નકલી ચલણી નોટો સાથે મહિલા ઝડપાઇ

વડોદરા રેલવે સ્ટેશનની હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પર શંકા જતા વડોદરા પોલીસે તપાસ કરતા તેની પાસેથી નકલી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. તેની પાસે લગભગ 6 લાખ જેટલી નકલી નોટો હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની સાથે અન્ય બે શખ્શો પણ આ નકલી નોટો ગુજરાતમાં ઘુસાડવાના ગુનામાં સામેલ હતા. જોકે તેઓ તક મળતા જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા તેમના મોબાઇલ લોકેશનના આધારે તેમને પકડી પાડવાની કવાયત શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક લાખ રૂપિયાની નકલી નોટો આ રીતે ગુજરાતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાસ થતા એવું અનુમાન લગાવી શકાય છે કે નકલી નોટોનું મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે.












Click it and Unblock the Notifications
