For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં નોકરી અપાવાના બહાને મહિલા સાથે અમદાવાદમાં ઠગાઇ

By Super
|
Google Oneindia Gujarati News

passport
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને લાખોની ઠગાઇ કરવામાં આવી છે. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ત્રણ વ્યક્તિઓએ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ બતાવી તેની પાસેથી રૂપિયા 15 લાખ પડાવી લીધા છે.

જોધપુર પાસે રહેત જાનકી પટેલ નામની મહિલાની ફરિયાદના આધારે પોલીસે નિના શર્મા, રવિ પંજાબી અને અપૂર્વ જોશી વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉક્ત ત્રણેય વ્યક્તિએ જાનકી પટેલને એપ્રિલ અને ઓગસ્ટ મહિનામાં છેતર્યા હતા.

જાનકી પટેલે જણાવ્યા પ્રમાણે કેનેડા મોકલવા અંગેની જાહેરાત વાંચીને તેઓ એપ્રિલ મહિનામાં પ્રહલાદનગર ગાર્ડન પાસે એક ઇમિગ્રેશન કંપનીમાં ગયા હતા. જ્યાં અપૂર્વ જોશી સહિત અન્ય બે વ્યક્તિઓએ તેમને કેનેડાના વિઝા અપાવવા અંગે જણાવ્યું હતું. તેમજ કોન્ટેક્ટ થકી હોટલમાં જોબ અપાવવા અંગેની બાહેધરી પણ આપી હતી. એ લોકોની વાતોમાં આવીને જાનકી પટેલે પોતાના તમામ ડોક્યુમેન્ટ અને 15.60 લાખ રૂપિયા ઇન્સ્ટોલમેન્ટમાં તેમને ચુકવ્યા હતા. જો કે, રકમ ચુકવાઇ ગયા પછી પણ આ ત્રિપૂટી દ્વારા જાનકી પટેલને કોઇ વિઝા આપવામાં આવ્યા નહીં હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

English summary
A woman has filed a complaint against immigration agents for cheated and not get her visa. she submitted her papers and paid them Rs 15.60 lakh in instalments. as per her complaint, the trio cheated her and did not get her visa as promised
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X