For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ રેપ કેસ દબાવવા માટે મહિલા SIએ 35 લાખની લાંચ માંગી

ગુજરાતઃ રેપ કેસ દબાવવા માટે મહિલા SIએ 35 લાખની લાંચ માંગી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં બળાત્કારના એક આરોપી પાસેથી કથિત રૂતે 35 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં મહિલા સબ ઇન્સપેક્ટરની ધરપકડ કરી લેવામા આવી છે. એસઆઇ શ્વેતા જાડેજાને શનિવારે કોર્ટમાં હાજર કરવામા આવી હતી. જ્યાં કોર્ટે આરોપી સબ ઇન્સપેક્ટરને ત્રણ દિવસની રિમાન્ડ પર મોકલી છે. આરોપી મહિલા સબ ઇન્સપેક્ટર શ્વેતા જાડેજા અમદાવાદની મહિલા પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ હતી.

આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ માંગી

આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ માંગી

અમદાવાદની એસઆઇ શ્વેતા જાડેજા પર આરોપ છે કે તેણે બળાત્કારના મામલાને દબાવવા અને આરોપીને અરેસ્ટ કરવાની ધમકી આપી રેપના આરોપી પાસેથી 35 લાખની લાંચ માંગી હતી. જણાવી દઇએ કે કેનાલ શાહ વિરુદ્ધ 2017માં તેની પીએએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ અમદાવાદ- પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્વેતા જાડેજાને સોંપવામા આવી હતી. આ દરમિયાન આ કેસના જ સાક્ષી સુરક્ષા ગાર્ડને ધમકી આપવાનો મામલો પણ કેનાલ શાહ સામે નોંધવામાં આવ્યો હતો.

રેપ આરોપીએ જ સબ ઇન્સપેક્ટર વિરુદ્ધ ખરિયાદ કરી

રેપ આરોપીએ જ સબ ઇન્સપેક્ટર વિરુદ્ધ ખરિયાદ કરી

જેને પગલે શ્વેતા જાડેજાએ આરોપીને બે કેસમા બંધ કરી દેવાની ધમકી આપીને 35 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. 20 લાખ રૂપિયામાં બંને પક્ષ રાજી થયા. શ્વેતા જાડેજાએ બળાત્કારના આરોપી પાસેથી એક વચેટિયાના માધ્યમથી 20 લાખ રૂપિયાની લાંચ લીધી. બાકી બચેલા 15 લાખ માટે દબાણ બનાવવા પર આરોપી કેનાલ શાહે ક્રાઇમ બ્રાન્ચમાં શ્વેતા જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ કહ્યું કે શુક્રવારે શ્વેતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

તપાસ માટે આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો

તપાસ માટે આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો

ફરિયાદીએ તપાસ અધિકારીઓને વોટ્સએપ મેસેજ અને વાતચીતનું રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ કરાવ્યું હતું. તપાસમા આરોપ સાચા જણાયા બાદ શ્વેતા વિરુદ્ધ એન્ટી કરપ્શન એક્ટ અંતર્ગત મામલો નોધી શુક્રવારે સાંજે જ ધરપકડ કરી લેવામા આવી હતી. શનિવારે શ્વેતા તિવારીને અમદાાવદ સેશન્સ કોર્ટમાં હાજર કરવામા આવી હતી જ્યાં પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે અદાલતે તેને આગળની તપાસ માટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે.

અનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહઅનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ

English summary
women SI arrested for demanding 35 lakh bribe from accuse of rape
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X