Womens Day 2025 : મહિલા દિવસે મળો ગુજરાતી કવિતાના બુલંદ અવાજ એવા કવિયત્રી પારૂલ ખખ્ખરને
Womens Day 2025 : દુનિયાભરમાં 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં પોતાની નામના કરનારી સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ ક્રમમાં જ વન ઈન્ડિયા ગુજરાતી વાચકોને મહિલા દિવસે ગુજરાતની સફળ મહિલાઓનો પરિચય કરાવવા જઈ રહી છે.
વન ઈન્ડિયા ગુજરાતી મહિલા દિવસ નિમિત્તે એવી મહિલાઓની જર્ની વિશે વાત કરી રહી છે જે જમીન પરથી ઉઠીને જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં સુધી તેમની નામના પહોંચાડી છે.

આ ક્રમમાં જ આજે આપણે ગુજરાતના જાણીતા કવિયત્રી પારૂલ ખખ્ખરની વાત કરવાના છીએ. મુળ રાજકોટમાં જન્મેલા અને રમેશ પારેખના અમરેલીમાં પરણેલા કવિયત્રી પારૂલ ખખ્ખર સાંપ્રત ગુજરાતી કવિતામાં ખુબ જાણીતું નામ છે.
16 જેટલા વિવિધ સન્માન મેળવી ચુકેલા પારૂલ ખખ્ખરના પોતાના બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચુક્યા છે. આ સિવાય તે તેમની વિપશ્યના સાધનાની સ્મરણયાત્રાને પુસ્તકરૂપે પ્રકાશિત કરી ચુક્યા છે.
એક મહિલા કવિયત્રી તરીકેની જર્ની
પારૂલબેન પોતાની કવિયત્રી તરીકેની જર્ની વિશે વાત કરતા જણાવે છે કે તેમનો જન્મ, ઉછેર અને અભ્યાસ રાજકોટમાં જ થયો. તેમને તેમની પહેલી કવિતા 10માં ધોરણમાં 1985 માં લખી હતી. શરૂઆતમાં કોલેજકાળ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તેમની કવિતાની કળા ખીલતી ગઈ.
જો કે આ પછી એક એવો પડાવ આવ્યો કે કવિતા સાથેનો તેમનો સંબંધ કેટલાક વર્ષો સુધી હોલ્ડ પર મુકાઈ ગયો.
પારૂલબેન જણાવે કે તેમના લગ્ન બાદ પરિવારમાં દિકરાનું આગમન થતા કવિતા બાજુ પર મુકાઈ ગઈ. તેમના લગ્ન પછી પરિવારમાં બાળકોના ઉછેર માટે તેમને લગ્નના 20 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કોઈ કામ ન કર્યુ. આ પછી તેમના અંદરની કવિતા તેમને ફરીથી સાહિત્ય તરફ ખેંચી ગઈ અને ફરીથી કવિતા લખવાનું શરૂ કર્યુ.
પારૂલબેનની કવિતાની જર્નીમાં અમરેલી શહેરનો પણ મોટો ફાળો છે. રમેશ પારેખનું આ નાનકડુ શહેર સાહિત્યમાં મોટો પડાવ ધરાવે છે. આ જ કારણ છે કે પારૂલબેનને ત્યાંના સાહિત્યિક વાતાવરણનો લાભ મળ્યો અને તેમની કવિતાની જર્ની આગળ વધી.
ગુજરાતના અગ્રણી કવિયત્રી અને કવિતા ક્ષેત્રે પ્રદાન

સાંપ્રત ગુજરાતી કવિતામાં પારૂલ ખખ્ખર ખુબ જ જાણીતું નામ છે. ગુજરાતના અગ્રણી મુશાયરાઓમાં કવિતા પઠનથી લઈને તેમની ઘણી કવિતાઓ લોકો સુધી પહોંચી છે.
ગુજરાતના મોટાભાગના અગ્રણી કવિઓ સાથે 60 જેટલા મુશાયરા કરી ચુકેલા પારૂલ ખખ્ખરના 4 પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે. આ પુસ્તકોમાં તેમનો એક ગઝલસંગ્રહ અને એક ગીત સંગ્રહ સામેલ છે.
તેમના પુસ્તકોની વાત કરીએ તો અગિયારમી દિશા એક સહિયારો ગઝલસંગ્રહ હતો, તેમાં 11 કવિઓની કવિતા હતી. આ પછી તેમનો પોતાનો સ્વતંત્ર ગઝલ સંગ્રહ કલમને ડાળખી ફૂટી 2018માં પ્રકાશિત થયો.
આ પછી 2021માં તેમનો કરિયાવરમાં કાગળ ગીતસંગ્રહ પ્રકાશિત થયો. આ સિવાયના અન્ય એક પુસ્તક પ્રલંબ રાસની કથામાં તેમના વિપશ્યના સાધનાના સ્મરણલેખોનો સંગ્રહ છે. આજે પારૂલબેન ગઝલ, ગીત, ડાયરી, વ્યક્તિ ચરિત્ર અને નિબંધ જેવા ઘણા વિષયો સાથે ખેડાણ કરી રહ્યાં છે.
એક મહિલા તરીકેના પડકારો
પારૂલબેન પોતાની જર્નીમાં સફળતાનો શ્રેય તેમના પરિવારને આપે છે. પારૂલબેન જણાવે છે કે તેમની જવાબદારીઓ નિભાવવા સાથે સાથે પરિવારના સપોર્ટને કારણે જ તેઓ આજે ગુજરાતી કવિતામાં આટલુ કામ કરી શક્યા છે.
આ સિવાય તેમને કહ્યું કે ગુજરાતમાં મહિલાઓ માટે એક પોઝિટીવ માહોલ છે અને એનો તેમને લાભ મળ્યો. કવિતાના મંચ પર એક મહિલા તરીકે તેમને વિશેષ સન્માન મળ્યુ. આ જ કારણ છે કે ઘણા પુરૂષોની વચ્ચે પણ તેઓ તેમનો અવાજ બુલંક કરી શક્યા.
પારૂલબેનને મળેલા સન્માન
પારૂલબેન તેમને મળેલા સન્માનો વિશે વાત કરતા જણાવે છે કે તેમને ક્યારેય કવિતાઓ સન્માન મેળવવા માટે લખી નથી. તેમનું સાહિત્ય લોકો સુધી પહોંચતું ગયુ અને સન્માન મળતા ગયા.

પારૂલબેન જણાવે છે કે તેમને મળેલા સન્માન પારૂલ ખખ્ખરને નળી મળ્યા. આ તમામ સન્માન તેમની કલમને મળ્યા છે.
જણાવી દઈએ કે પારૂલબેનને અત્યાર સુધીમાં 16 જેટલા વિવિધ સન્માન મળ્યા છે. આટલુ જ નહીં આજે તેમની ઘણી કવિતાઓ લોખમુખે પહોંચી છે.
પારૂલ ખખ્ખરને સાહિત્યક્ષેત્રે મળેલા સન્માન
- કાકા કાલેલકર નિબંધસ્પર્ધામાં પ્રથમ - 2015
- સ્નેહાસવ વાર્તાસ્પર્ધામાં તૃતીય - 2018
- કાવ્યમુદ્રા યુવાપ્રતિભા એવૉર્ડ - 2019
- સ્મિતા પારેખ વાર્તાસ્પર્ધામાં પ્રથમ - 2019
- કેતન મુનશી વાર્તાસ્પર્ધામાં દ્વિતીય - 2019
- નારીચોવીસા કાવ્યલેખન સ્પર્ધામાં ચતુર્થ - 2019
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કલમને ડાળખી ફૂટીને ભગિની નિવેદિતા પારિતોષિક - 2018-2019
- ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કલમને ડાળખી ફૂટીને દિનકર શાહ કવિ જય પારિતોષિક - 2018-2019
- ભાવનગર ગદ્યસભા લેખનસ્પર્ધામાં તૃતીય - 2020
- ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ વાર્તા માટે સર્જન પ્રોત્સાહન પુરસ્કાર - 2020
- ભાગીરથીબહેન મહેતા જ્હાનવી સ્મૃતિ સન્માન - (2021)
- વિશ્વભારતી સંસ્થાન તરફથી શ્રીમતી કોકિલ-હીરા કાવ્યકલા પારિતોષિક - 2021
- એસ.એન.ડી.ટી. મુંબઈ નવલિકાસ્પર્ધામાં તૃતીય - 2021
- પ્રયાસ એન એક્સ્ટેન્શન વાર્તાસ્પર્ધામાં તૃતીય - 2021
- અસાઈત સાહિત્ય સભા દ્વારા કરિયાવરમાં કાગળને સર્જન સન્માન પુરસ્કાર પ્રથમ પારિતોષિક - 2021
- ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ કવિતાને સમર્પણ સન્માન - 2022
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
