વાહ/ પાંચમા ધોરણમાં ભણતાં ભૂલકાંએ વૃક્ષો વાવીને ઉજવ્યો જન્મદિવસ
વાહ/ પાંચમા ધોરણમાં ભણતાં ભૂલકાંએ વૃક્ષો વાવીને ઉજવ્યો જન્મદિવસ
Recommended Video

આજે હરણફાડ ગતિએ લોકો પોતાનો વિકાસ કરવામાં રચ્યા પચ્યા રહે છે, કડવી હકીકત છે કે આપણે પાછળ ફરીને જોતા પણ નથી કે જે કુદરતે આપણને સાચવ્યા છે તે કુદરતને આપણે સાચવીએ છીએ કે નહિ! ઠેર-ઠેર ગંદવાડ, પ્રદૂષણ, ઘોંઘાટ વગેરેથી આપણે પૃથ્વીને નષ્ટ કરી રહ્યા છીએ. દિવાળી હોય કે જન્મ દિવસ, ફટાકડા, ફૂગા, ભાત-ભાતનાં પ્લાસ્ટિકના તોરણીયાં વગેરેથી આપણે આ કુદરતના ખોળાને ગંદો કરતા આવ્યા છીએ. ત્યારે માત્ર પાંચમા ધોરણમાં ભણતાં આ ટાબરિયાંએ કંઈક એવી રીતે પોતાનો બર્થડે ઉજવ્યો કે તેને સલામ કરવાનું મન થઈ જાય.

અનોખી રીતે ઉજવ્યો જન્મ દિવસ
વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ અધ્યય ડિવાઈનમાં રહેતો પાંચમા ધોરણનો વિદ્યાર્થી શિવાંશની પટેલે પોતાના જન્મ દિવસે ફટાકડા ન ફોડી, ખોટું પ્રદૂષણ ન ફેલાવી પર્યાવરણને ઉપયોગી થવાનું જોરદાર કાર્ય કર્યું છે.

વૃક્ષારોપણ કર્યું
શિવાંશની પટેલે વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિસની જબરદસ્ત ઉજવણી કરી હતી. એટલું જ નહિ, શિવાંશે પોતાના જન્મદિવસે પોતાના મિત્રોને ખુદના ઘરે જન્મ દિવસ ઉજવવા બોલાવ્યા હતા અને તેમને બધાને વૃક્ષોનું વિતરણ કરી વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોનો સંદેશો પાઠવ્યો હતો.

રિટર્ન ગિફ્ટમાં પણ રોપા આપ્યા
હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના ભય વચ્ચે જીવી રહ્યું છે, ત્યારે વૃક્ષારોપણ કરી આ આ કુદરતને તંદુરસ્ત રાખી શકાય તેવો વિચાર આ 10 વર્ષના શિવાંશને આવ્યો અને તેણે પોતાના માતા-પિતાને હોટલમાં જઈ જન્મ દિવસની ઉજવણી કરવાની ના પાડીને વૃક્ષારોપણ કરવાનો પોતાનો વિચાર રજૂ કર્યો. એટલું જ નહિ શિવાંશ પટેલે પોતાના બર્થડે પર આવેલ મિત્રોને રિટર્ન ગિફ્ટ તરીકે પણ વૃક્ષો આપ્યાં હતાં અને તેમને તેમના ઘરે આ વૃક્ષો વાવવાનો આગ્રહ કર્યો હતો. જો દુનિયાના 10 ટકા લોકો પણ શિવાંશ પટેલ જેવું વિચારતા થઈ જાય તો આ પૃથ્વી ફરી અતિ સુંદર બની શકે અને ચારોતરફ હરિયાળીનો આનંદ ફરી માણી શકીએ.












Click it and Unblock the Notifications
