રાજકોટમાં 12 કરોડનું ચાંદી ઝડપાયું, વેપારી આલમમાં ફફડાટ

કુવાડવા રોડ જકાતનાકા નજીક વહેલી સવારે એક આઇસર મેટાડોર પસાર થઇ રહ્યું હતું. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને આ આઇસર પર શંકા ગઇ હતી. જેથી તેમણે આઇસરને ઉભૂ રાખી તલાશી લીધી હતી. જેમાં પોલીસને 12 કરોડનુંમ અંદાજે 2000 કીલો કરતા વધું વજનનું ચાંદી મળી આવ્યું હતું.
આટલા મોટા જથ્થામાં ચાંદી ઝડપાવાની વાત રાજકોટના બજારમાં વહેતી થતાં વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ધોડધામ મચી ગઇ હતી. મોભી લોકોના ફોન કુવાડવા પોલીસ મથકે રણકવા લાગ્યા હતા. માહિતી અનુસાર બંધ બોડીનુ આઇસર અમદાવાદની ઇશ્વર બેચર આંગડીયા પેઢીમાંથી માલ ભરીને રાજકોટ કોઠારિયા નાકે આવેલી તેની ઓફીસે જઇ રહ્યું હતું. જે દરમિયાન વહેલી સવારે કુવાડવા પાસે આ આઇસરને પકડી પાડવામાં આવ્યું હોવાની વાત સૂત્રોએ જણાવી છે.












Click it and Unblock the Notifications
