USમાં ગુજરાતી યુવકની હત્યા, પત્ની હજુ પણ જઇ રહી છે તેની રાહ
મૂળ ધોરાજી, રાજકોટના અને છેલ્લા 7 વર્ષથી બર્લિનમાં સ્થાયી થયેલ ગુજરાતી યુવક પ્રતિક જાગાણીની રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા થવાની ઘટનામાં વધારો થતો જાય છે. અમેરિકાના બર્લિનમાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યા કરવામાં આવી છે. છેલ્લા 7 વર્ષથી અમેરિકાના બર્લિનમાં રહેતા અને મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પ્રતિક કાળીદાસ જાગાણી નામના યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રતિક માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. જુવાનજોધ પુત્રની હત્યા થતાં ધોરાજીમાં રહેતા તેના પરિવારજનો પણ ગમગીન છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામનો પ્રતિક કાળીદાસ જાગાણી નામનો યુવાન અને તેના માતા-પિતા છેલ્લા 7 વર્ષથી બર્લિનમાં સ્થાયી થયા હતા. પ્રતિક અને તેના પિતા બર્લિનમાં એક હોટલમાં કામ કરતા હતા. રવિવારે માડી રાત્રે કામ પતાવીને પ્રતિક ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અશ્વેતોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં પ્રતિકનું મોત નીપજ્યું હતું. અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં પ્રતિકની હત્યાને લઈને રોષ વ્યાપી ગયો છે. અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો અને વધુ એક ગુજરાતીની હત્યાના પગલે અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બર્લિનમાં રહેતા પ્રતિક જાગીણી નામના ગુજરાતી યુવાન હત્યા કરનાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

બીજી બાજુ, પ્રતિકનો પરિવાર અને તેની પત્ની પ્રિયા પર તો જાણે આભ તૂટી પડ્યું છે. હજુ ત્રણ મહિના પહેલાં જ નડિયાદની પ્રિયા નામની યુવતી સાથે પ્રતિકનાં લગ્ન થયા હતા. એમાં આ અચાનક બનેલી ઘટનાથી આખા પરિવારના જીવનમાં જાણે ભૂંકપ આવ્યો છે. પ્રતિકના માતા-પિતા શોકમગ્ન છે અને પત્ની પ્રિયાને તો જાણે હજુ વિશ્વાસ જ નથી થતો કે, પ્રતિકનું મૃત્યુ થયું છે. પ્રતિકના અણધાર્યા મૃત્યુની પ્રિયાના મન પર શું અસર પડી હશે એની તો માત્ર કલ્પના જ કરી શકાય. પ્રિયાએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પ્રતિકની કેટલીક તસવીરો અને આ સંદેશ પોસ્ટ કર્યો છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
