ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓમાં યુવાનોની સંખ્યા વધારે

ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓમાં 15થી 29 વર્ષના 39.4 ટકા, જ્યારે 30થી 44 વર્ષના 34.2 ટકા લોકો છે. અમદાવાદમાં 15થી 29 વર્ષના આયુ વર્ગના 44 ટકા, 30થી 44 વર્ષના આયુ વર્ગના 33.1 ટકા લોકો છે. રાજકોટમાં 36.1 ટકા 15થી 29 વર્ષના આયુ વર્ગના જ્યારે 38.9 ટકા લોકો 30થી 44 વર્ષના આયુ વર્ગના છે. સૂરતમાં 40.5 ટકા લોકો 15થી 29 વર્ષના વર્ગના જ્યારે 32 ટકા લોકો 30થી 44 વર્ષના આયુ વર્ગના છે. વડોદરામાં 5થી 29 વર્ષના આયુ વર્ગના લોકોની ટકાવારી 38.5 ટકા અને 30થી 44 વર્ષના વર્ગના લોકોની ટકાવારી 33.7 ટકા છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં આત્મહત્યા કરનારા યુવાઓની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)ના હાલમાં પ્રકાશિત થયેલા વર્ષ 2012ના વાર્ષિક રિપોર્ટ અનુસાર દેશમાં વર્ષ 2012માં આત્મહત્યા કરનારાઓમાં 15 થી 29 વર્ષની ઉંમર ધરાવતા લોકોની ટકાવારી 34.4, જ્યારે 30થી 44 આયુ વર્ગના લોકોની ટકાવારી 34.1 છે.
એનસીઆરબી અંતર્ગત વર્ષ 2012માં દેશમાં 1,35,445 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં 15થી 29 વર્ષના આયુ વર્ગના લોકોની સંખ્યા 46,635 (34.4 ટાક), જ્યારે 30થી 44 વર્ષના લોકોની સંખ્યા 46,160 (34.1 ટકા) છે.












Click it and Unblock the Notifications
