યુવા BJP ૧૮ થી ૨૫ નવેમ્બર સુધી યોજશે 'નવા મતદાતા સંપર્ક અભિયાન'

આ અભિયાનમાં યુવા મતદારો વચ્ચે ભાજપા યુવા મોરચાના કાર્યકરો જશે તેમજ સન્માન અને સત્કાર કરી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવાના કાર્યક્રમો કરશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે 19 નવેમ્બરથી સમગ્ર રાજયમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવા ભાજપના કાર્યકરો 'વિકાસ રથ' લઇને ફરશે અને ગામે-ગામ વિકાસના અમલમાં મુકાયેલા કાર્યક્રમોથી જનતાને માહિતગાર કરશે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે 30 નવેમ્બરથી સમગ્ર રાજયમાં વિધાનસભા દીઠ 'વિજય વિશ્વાસ યુવા સંમેલન' કરવામાં આવશે અને રાજયમાંથી જુઠ્ઠાણા, મોંઘવારી, ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી કોંગ્રેસને ઉખાડી ફેકવા યુવાનોને આહવાન કરશે.












Click it and Unblock the Notifications
