Today's ગુજરાતઃ તરૂણીને આપી લિફ્ટ, મોતથી ચૂકાવી પડી કિંમત
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટના કણકોટ નજીક એક 36 વર્ષીય યુવકનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર સંજય ઉર્ફે શાન દામજી સોઢાના નામના યુવકે એક 14 વર્ષીય તરૂણીને લિફ્ટ આપી હતી. જે દ્રશ્ય તરૂણીનો એક મિત્ર જોઇ ગયો હતો, જેણે ઇર્ષામાં આવીને શનિવારે સાંજે સંજય પર છરી વડે હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરત નગરપાલિકાના પદાધિકારીઓની વરણી
સુરત નગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર તરીકે રંજન વેકરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સૌથી યુવા નિરવ શાહ અને શાસક પક્ષના નેતા તરીકે કિશોર બિંદલના નામની જાહેરાત કરવામાં આવી છે.

પુત્રીના અપહરણકારો નહીં પકડાતાં આધેડે કરી આત્મહત્યા
પોતાની સગીરવયની પુત્રીનું અપહરણ થયાને 10 દિવસ જેટલો સમય વિતી ગયા પછી પણ પોલીસ દ્વારા આ કેસમાં કોઇની ધરપકડ કરવામાં નહીં આવતા મંછાનગરમાં રહેતા આધેડે ઝેરી દવા પી આત્મહત્યા કરી નાંખી હતી. પોતાના સાળાના ઘરે જઇને દવા પીધાં બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે તેમના પતિ ટ્રક ડ્રાઇવર હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

તરૂણીને આપી લિફ્ટ, મોતથી ચૂકાવી પડી કિંમત
રાજકોટના કણકોટ નજીક એક 36 વર્ષીય યુવકનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસને મળેલી માહિતી અનુસાર સંજય ઉર્ફે શાન દામજી સોઢાના નામના યુવકે એક 14 વર્ષીય તરૂણીને લિફ્ટ આપી હતી. જે દ્રશ્ય તરૂણીનો એક મિત્ર જોઇ ગયો હતો, જેણે ઇર્ષામાં આવીને શનિવારે સાંજે સંજય પર છરી વડે હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ગુરુકુળ રોડ પર હનુમાન મંદિર તોડી પડાયું
અમદાવાદ સ્થિત ગુરુકુળ રોડ પર આવેલું હનુમાન મંદિર તોડી પડાતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. એસ્ટેટ વિભાગના કર્મચારીઓએ મંદિર તોડી નાંખતા સ્થાનિકો અને ભક્તોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. જેના પગલે સવારે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ નિર્માણ પામી હતી, બાદમાં પોલીસે કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.












Click it and Unblock the Notifications
