For Daily Alerts
GPPના ગોરધન ઝડફિયા, BJPના દિલિપ સંઘાણી-પ્રફુલ પટેલનો પરાજય
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો ગોઠવ્યો છે.
Comments
gordhan zadafia dilip sanghani defeat gujarat assembly election 2012 ગોરધન ઝડફિયા દિલિપ સંઘાણી પરાજય ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012
English summary
gordhan Jadafia in gondal from gpp and dilip sanghani in amreli from bjp defeat in election 2012.