For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

શ્રીનગર

શ્રીનગર

કાશ્મીરમાં કાશ્મીરી પંડિત માટે અલગ ટાઉનશીપ બનાવાના મામલે શ્રીનગરમાં થયા તોફાન. શ્રીનગરના લાલચોક પર પથ્થરબાજી અને આગ જલવાની ઘટના થતા પોલિસે લગાવ્યો શ્રીનગરમાં કર્ફ્યૂ.

કોલકત્તાના સચિવાલયમાં આગ

કોલકત્તાના સચિવાલયમાં આગ

કોલકત્તાના ન્યૂ સચિવાલય બિલ્ડિંગના સાતમાં માળે લાગે આગ. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ બિજાવાનું અને લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવાનું કામ હાથે ધર્યું.

ઓપરેશન રાહત પૂરું થયું

ઓપરેશન રાહત પૂરું થયું

ભારત સરકાર દ્વારા યમનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે ચલાવામાં આવતું "ઓપરેશન રાહત" આજે પૂર્ણ થયું. તેની અધિકૃત જાહેરાત આજે વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે કરી. જાણકારી આપતા સિંહે કહ્યું કે 110 લોકોના છેલ્લા કાફલાને એયરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. વધુમાં સિંહે કહ્યું કે સેનાએ ભારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને આ ઓપરેશને 100 ટકા સફળ બનાવ્યું છે.

પેરિસ પહોંચ્યા નરેન્દ્ર મોદી

પેરિસ પહોંચ્યા નરેન્દ્ર મોદી

ત્રણ દેશોની વિદેશ યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર મોડી રાતે પેરિસ પહોંચ્યા. જ્યાં આજે મોદી પેરિસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ સાથે કરશે "નાવ પર ચર્ચા". આ વાતચીતમાં પરમાણુ, રક્ષા અને વેપારના મુદ્દાઓ પર બન્ને દેશના ઉચ્ચ પ્રતિનિધિ અને નેતાઓ કરશે વાર્તાલાપ.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

યુથ ઓલ ઇન્ડિયા કાશ્મીરી સમાજના કાર્યકર્તાઓએ ગુરુવારે જમ્મુમાં મુફ્તી સરકારનો ઉધેડો લેતા જોરદાર પ્રદર્શન કર્યું. નોંધનીય છે કે ગૃહમંત્રી રાજનાથ સિંહે દ્વારા કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે અલગથી ટાઉનશીપ બનાવાના આશ્વાસન મળ્યા બાદ મુફ્તી સરકારના આ મામલે યુ-ટર્ને લેતા પંડિતોએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રામલીંગા રાજૂ

રામલીંગા રાજૂ

રામ રાજૂના નાના ભાઇ અને સત્યમ કોમ્પ્યૂટરના ભૂતપૂર્વ ચેરમેન બી રામલીંગા રાજૂને હૈદરાબાદમાં ગુરુવારે પોલિસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ બન્ને ભાઇઓએ કરોડોનું કૌભાંડ કર્યું છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ગુરુવારે દિલ્હીમાં ગ્લોબલ મોનીટરીંગ રિપોર્ટ અંતર્ગત 2015 એજ્યુકેશનનો શુભરંભ કર્યો.

બેંગ્લોર

બેંગ્લોર

મહારાષ્ટ્રમાં ગોમાંસ પર પ્રતિબંધના વિરોધરૂપે પ્રસિદ્ઘ નાટ્યકાર અને એક્ટર ગિરીશ કન્નાડ અને મારુલા સીદ્દપ્પાએ ગોમાંસ ખાઇને, ગોમાંસ ખાવા પર લાગેલા પ્રતિબંધનો વિરોધ કર્યો.

રાંચી

રાંચી

સિવલ કોર્ટના વકીલોએ ગુરુવારથી બે દિવસની સ્ટાઇક પર ઉતરી ગયા છે. રાંચીમાં એક મર્ડર કેસના વિરોધમાં ઉતરેલા વકીલોએ ગુરુવારે મોર્ચો નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હીમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે "શૌર્ય દિવસ" નિમિત્તે કેન્દ્રીય રિર્જવ પોલિસફોર્સ (સીઆરપીએફ)ના મૃત કર્મચારીના પરિજનને પુરસ્કાર આપી સન્માનિત કરી રહ્યા છે.

ગુવાહાટી

ગુવાહાટી

કુષક મુક્તિ સંગ્રામ સમિતિએ ગુરુવારે ગુવાહાટીમાં મશાલ માર્ચ નીકાળી. આ લોકોની માંગણી હતી કે અસમ અને મેધાલયમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની ઉચ્ચ સ્તરીય તપાસ થાય.

નવી દિલ્હી

નવી દિલ્હી

ગૃહ Mos કિરણ રિજીજૂ અને BSF ડીજી ડી.કે પાઠકે સફદરજંગ હવાઇ અડ્ડા પર સીમા સુરક્ષા બળના મી-17 વી5 હેલિકોપ્ટરના ઇન્ડક્શન સેરેમનીમાં ભાગ લીધો.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હી મેટ્રો હવે બદરપુર-ફરિદાબાદ એક્સટેન્સન પર પણ દોડશે. ત્યારે નવી દિલ્હીની બહારના આવેલા મેટ્રો ડિપો પર સજ્જ થઇને ઉભેલી કેટલીક મેટ્રો ટ્રેનો.

લખનઉ

લખનઉ

રિહાઇ મંચ કાર્યકર્તાઓએ કર્યું લખનઉની ગાંધી પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન. તેલંગાના અને આંધ્રપ્રદેશમાં થયેલા કથિત એન્કાઉન્ટ મામલે સીબીઆઇ તપાસની માંગણી માટે કર્યું આ વિરોધ પ્રદર્શન.

નવી દિલ્હી

નવી દિલ્હી

આપ નેતા આશુતોષ દ્વારા લખાયેલા પુસ્તક "ધ ક્રાઉન પ્રિન્સ, અ ગ્લેડિયેટર એન્ડ અ હોપ"નું વિમોચન દિલ્હીમાં આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ પત્રકાર રાજદિપ સરદેસાઇના હસ્તે કરવામાં આવ્યું.

અમરકંટક

અમરકંટક

મધ્યપ્રદેશમાં આવેલા ભીષણ વાવાઝોડાના કારણે અમરકંટકમાં એક ભારી ભરખમ ક્રેન નીચે એક કાર ચીપાઇ ગઇ.

શિમલા

શિમલા

શિમલામાં જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત આપાત કાલીન મોક ડ્રિલમાં એક યુવતી દોરડા દ્વારા નીચે ઉતરી રહી છે.

ભોપાલ

ભોપાલ

પ્રખ્યાત ઓડિસી ડાન્સર મીરા દાસ, ભોપાલના ભારત ભવનમાં આયોજીત "ઓડિશા મહોત્સવ" દરમિયાન એક નૃત્ય મુદ્રામાં ઉભી છે.

અમૃતસર

અમૃતસર

ગુરુવારે, અમૃતસરમાં નવમાં શીખ ગુર તેગ બહાદૂરજીની 394મી જયંતી નિમિત્તે સુવર્ણ મંદિરમાં ખાસ લાઇટનીંગ કરવામાં આવી હતી.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં મહાદેવી મરીયમ્માના વાર્ષિક સમારોહમાં એક માતા તેની બાળકીને ઉપાડીને જઇ રહી છે.

મલ્લિકા શેરાવત પહોંચી પેરિસ

મલ્લિકાને મળ્યું UNESCO તરફથી આમંત્રણ. UNESCOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળશે મલ્લિકા શેરાવત.

શ્રીનગરના પ્રતાપ પાર્ક ખાતે

શ્રીનગરના પ્રતાપ પાર્ક ખાતે

કાશ્મીરીઓએ કર્યું મૂક વિરોધ પ્રદર્શન. જેમાં ખોવાઇ ગયેલા યુવાનોના પરિવારજનોના સંગઠન,ઓસોશિયેશન ઓફ પેરેન્ટ્સ ઓફ ડિસઅપીયર પર્સન (APDP)એ સરકારને આ મામલે દખલ કરવાનો અનુરોધ કર્યો.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં મુલુંડ ચોકડી પર લાગેલા ટોલ નાકા પર ક્રોંગ્રેસ કાર્યકર્તાઓ કર્યું વિરોધ પ્રદર્શન. મુલુંડ ટોલ નાકાને બંધ કરવાની માંગણી સાથે કર્યું વિરોધ પ્રદર્શન. જેના પગલે પોલિસે કાર્યકર્તાઓની કરી અટકાયત.

English summary
10 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X