લોકસભા ચૂંટણી પર આતંકનો ઓછાયોઃ 10 આતંકી પકડયા
જયપુર, 3 એપ્રિલઃ રાજસ્થાનમાં ઇન્ડિયન મુજાહિદ્દિનના 10 સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા જાસૂસી એજન્સીઓએ યુપીમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના જારી કરી હતી. આતંકવાદી તહસીન ઉર્ફ મોનૂએ જણાવેલી માહિતી અનુસાર આ તમામ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ આતંકવાદીઓને શોધવા આખા રાજસ્થાનમાં રેડ પાડી રહી છે. આ પહેલા પણ એટીએસે રાજસ્તાનમાંથી આઇએમના ત્રણથી વધુ આતંકવાદીઓની ધરપકડ કરી ચૂકી છે.

એનઆઇએ અને દિલ્હી પોલીસ બન્નેએ અહીં એક અદાલતમાં બુધવારે ઇન્ડિયન મુજાહિદ્દિનના બે સંદિગ્ધ કાર્યકર્તાઓની હિરાસતની માંગ કરી છે. એનઆઇએએ અદાલતને હૈદરાબાદના દિલસુધ નગરમાં 2013માં થયેલા વિસ્ફોટ મામલે તહસીન અખ્તર ઉર્ફ મોનૂ અને પાકિસ્તાની નાગરિક વકાસ ઉર્ફ જિયાઉર રહેમાનની હિરાસત માંગી છે. એનઆઇએએ અદાલતને કહ્યું કે, આ એક સંઘીય એકમ છે, અતઃ તેને સંદિગ્ધોને હિરાસતમાં લઇને તેમની પૂછપરછ કરવાનો અધિકાર છે.
દિલ્હી પોલીસે બન્ને સંદિગ્ધોને હિરાસતમાં સોંપવામાં આવે તેનો વિરોધ કરતા એનઆઇએએ અદાલતને કહ્યું કે દિલ્હી પોલીસની વિશેષ શાખા રાજ્યનો એકમ છે તથ વકાસ અને મોનૂ દિલસુખનગર મામલે વાંછિત છે, જેની તપાસ એનઆઇએ કરી રહ્યું છે. બન્ને આરોપી તરફથી બચાવ પક્ષના વકીલ એમ એસ ખાને પૂછ્યું કે દિલ્હી પોલીસે બન્ને આરોપીની 10 દિવસની હિરાસત દરમિયાન શું કર્યું. વિશેષ શાખાએ અદાલતને જણાવ્યું છે કે આ દરમિયાન આઇઆઇએના સંદિગ્ધ કાર્યકર્તા રિયાઝ ભટકલને ભાળ મેળવવા પ્રયાસ કરી રહ્યાં હતા.
વિશેષ શાખાએ 2011માં ગેરકાયદે હથિયાર નિર્માણ મામલે બે આરોપીઓની હિરાસત વધારવાની માંગ કરી છે. વિશેષ શાખાએ કહ્યું કે એનઆઇએ કોઇ મામલે તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસના અધિકારનું હનન કરી શકતી નથી. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ અદાલતે બન્ને આરોપીઓને દિલ્હી પોલીસને 13 દિવસની હિરાસત માટે સોંપી દીધા છે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
