Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝારખંડમાં 10 માઓવાદીઓની હત્યા

jharkhand-map
રાંચી, 28 માર્ચઃ ચતરા જિલ્લામાં એક ગામ નજીક ભાકપા(માઓવાદી)થી અલગ પડેલા એક સમૂહ તૃતીય પ્રસ્તુતિ કમેટી(ટીપીસી) વચ્ચે થયેલા ઘર્ષણમાં 10 માઓવાદી માર્યા ગયા હોવાના અહેવાલ છે. પોલીસે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, ટીપીસી સાથે ગત રાત્રે થયેલા એક ઘર્ષણમાં આ માઓવાદીઓ માર્યા ગયા છે.

ચતરાના ઉપાયુક્ત મનોજ કુમારે જણાવ્યું કે લક્રામંદા ગામ પાસે દસ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ તમામ ટીપીસી સાથે ગત રાત્રે થયેલા એક ઘર્ષણમાં માર્યા ગયા છે. પોલીસ અધીક્ષક અનુપ બરથરે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. રાંચીથી 100 કિમી દૂર સ્થિત આ ગામ ચતરા જિલ્લાના કુંડા પોલીસ મથક હેઠળ આવે છે.

બરથરેએ જણાવ્યું કે માઓવાદીઓ અને ટીપીસી કાડરોં વચ્ચે સાંજે શરૂ થયેલું આ ઘર્ષણ મોડી રાત સુધી ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે, કોબરા બટાલિયન અને જિલ્લા પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી જતા વિદ્રોહીઓ આ મૃતદેહો પોતાની સાથે લઇ જઇ શક્યા નહોતા. પોલીસે ઘટના સ્થળથી છ હથિયારો પણ મેળવ્યા છે. ટીપીસીએ સમાચાર ચેનલોને ફોન કરીને 15 અન્ય માઓવાદીઓનું અપહરણ કરવાનો દાવો કર્યો છે.

આ અંગે બરથરેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પોલીસને કોઇ જાણકારી મળી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X