• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે મહિલા સશક્તિકરણના કેટલાય મોકા ગુમાવ્યા, સંબોધનની 10 મોટી વાતો

|

નવી દિલ્હીઃ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું તો બીજી બાજુ પોતાની સરકારના વખાણ પણ કર્યાં. મોદીએ કહ્યું કે દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે અને અમે બધી જ મુસિબતોનો સામનો કરી શકીએ છીએ. તેમણે કોંગ્રેસ તરફ ઈશારો કરતા કહ્યું કે અમે 70 વર્ષની બીમારીઓને ઠીક કરી રહ્યા છીએ. ઈમરજન્સી અને શાહબાનો મામલાને લઈને પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પીએમના લોકસભામાં ભાષણની આ દસ મોટી વાતો જાણો...

શાહબાનો અને સમાન નાગરિક સંહિતા તરીકે કોંગ્રેસે મોકો ગુમાવ્યો

શાહબાનો અને સમાન નાગરિક સંહિતા તરીકે કોંગ્રેસે મોકો ગુમાવ્યો

કોંગ્રેસે શાહબાનો અને સમાન નાગરિક સંહિતા તરીકે મળવાનો મોકો ગુમાવ્યો. તેઓ પગલાં ભરી શકતા હતા પણ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ પાસે ફરી મોકો છે, દરેક મહિલાઓ માટે સશક્તિકરણ માટે બિલ લાવ્યા છીએ. કોંગ્રેસ અમારો સાથ આપે.

2019નો જનાદેશ સંપૂર્ણપણે કસોટીમાં કસાયા બાદ, દરેક ત્રાજવામાં તોલાયા બાદ, પળે પળે જનતાએ તપાસ્યો અને તેના આધારે સમજ્યો અને ત્યારે જઈને અમને ચૂંટ્યા છે. આજના સામાન્ય વાતાવરણમાં ભારત જેવા વિશાળ લોકતંત્રમાં સૌ માટે ગૌરવ કરવાની વાત ચે કે અમારા મતદાતા કેટલા જાગૃત છે.

હું સંતોષ સાથે કહી શકું છું કે 70 વર્ષથી ચાલી આવી રહેલ બીમારીઓને દૂર કરવા માટે અમે યોગ્ય દિશા પકડી અને ભારે કઠણાઈઓ બાદ પણ તે દિશામાં ચાલી રહે. કઠણાઈઓ છતાં અમે સાચી દિશા નથી છોડી.

હું પડકાર આપું છું કે 2004થી 2014 સુધી શાસનમાં બેઠેલ લોકોએ ક્યારેય અલજીની સરકારના વખાણ કર્યાં. તેમની છોડો, નરસિમ્હા રાવજીની સરકારના વખાણ કર્યાં હોય. આ સદનમાં બેઠેલા એ લોકોએ તો એકવાર પણ મનમોહન સિંહજીની સરકારનો ઉલ્લેખ પણ નથી કર્યો, જો કર્યો હોય તો જણાવો.

ઈમરજન્સીનો દાગ ક્યારેય નહિ મટે

ઈમરજન્સીનો દાગ ક્યારેય નહિ મટે

આજે 25 જૂન છે, 25 જૂનની એ રાત હતી જ્યારે ઈમરજન્સીનું એલાન કરી દેશની આત્માને કચડી નાખી હતી. ભારતમાં લોકતંત્ર સંવિધાનના પાનાથી પેદા નથી થયું, ભારતમાં લોકતંત્ર સદિઓથી અમારી આત્મા છે. જે આ પાપના ભાગીદાર હતા, આ દાગ ક્યારેય નહિ મટે. આ દાગને વારંવાર આટલા માટે સ્મરણ કરવાની જરૂરત છે જેથી ફરી કોઈ એવું પાપ ન કરી શકે.

વિપક્ષના ભાષણોમાં બાબા સાહેબના નામનો ઉલ્લેખ થાય છે તો સારું થાત પરંતુ એક ઉંચાઈ પર ગયા બાદ દેખાતું નથી જ્યારે પાણી અને બાંધો માટે બાબા સાહેબનું કામ સર્વોપરિ છે. પાણીની તકલીફ રાજસ્થાન અને ગુજરાતના લોકો જાણે છે અને આ કારણે જ અમે જળ શક્તિ મંત્રાલય બાવ્યું છે. જળ સંચય પર અમારે બળ આપવું પડશે નહિ તો જળ સંકટ વધતું જશે. જળ સંચય પર અમારે આખું ધ્યાન આપવાનું રહેશે.

સરદાર સરોવર બાંધ સરદાર પટેલનું સપનું હતું. પરંતુ આ ડેમ પર કામમાં મોડું થતું રહ્યું. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મારે આ પરિયોજના માટે ઉપવાસ પણ કરવા પડ્યા હતા. એનડીએના સત્તામાં આવ્યા બાદ આ કામની ગતિમાં વધારો થયો અને આજે આનાથી લોકોને લાભ થઈ રહ્યો છે.

મેક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવી કેટલાક લોકોને રાત્રે ભલે સારી નિંદર આવી જાય પરંતુ આનાથી દેશનું ભલું તો નહિ થઈ શકે. મેક ઈન ઈન્ડિયાને આગળ વધારવું અમારી જવાબદારી છે. અમારું સપનું નવું ભારત બનાવવાનું છે જેના માટે મેક ઈન ઈન્ડિયા જરૂરી છે.

જે જામીન પર છે તે આનંદ લે, અમે બદલાની ભાવના નહિ કરીએ

જે જામીન પર છે તે આનંદ લે, અમે બદલાની ભાવના નહિ કરીએ

અમને એટલા માટે કોસવામાં આવી રહ્યા છે કે અમે ફલાણાને જેલમાં કેમ નાખ્યા. આ અમારી ઈમરજન્સી નથી કે કોઈને પણ જેલમાં નાખી દેવામાં આવે, આ લોકતંત્ર છે. આ કામ ન્યાયપાલિકા છે. અમે કાનૂનથી ચાલતા લોકો છે અને કોઈને જામીન મળે તો તે એન્જોય કરે. અમે બદલાની ભાવનાથી કામ નહિ કરીએ.

અમારા દેશમાં પર્યટનની બહુ સંભાવનાઓ છે. પરંતુ આપણે જ આપણા દેશના વિષયમાં એક હીન ભાવ પૈદા કરી દીધો હતો અને તે કારણે વિશ્વના લોકોને હિંદુસ્તાન તરફ આકર્ષિત કરવામાં અમે ઓછા પડી ગયા. સ્વચ્છતા અભિયાને હવે પર્યટનને બદલી નાખ્યું છે. જેનાથી ભારતમાં રોજગારની સંભાવનાઓ વધશે.

લોકસભામાં બોલ્યા પીએમ મોદી- 70 વર્ષની બીમારીઓને ઠીક કરી રહ્યો છું

English summary
10 points pm modi addressed in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more