For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાઃ KCRની દિકરી સામે 1000 ખેડૂતો ઉતર્યા ચૂંટણીમાં, આ કારણે છે નારાજ

તેલંગાણાઃ KCRની દિકરી સામે 1000 ખેડૂતો ઉતર્યા ચૂંટણીમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગાણાના નિઝામાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડવા માટે લગભગ 1000 ખેડૂતો એકસાથે નોમિનેશન કરાવવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે અહીંથી કવિતા સાંસદ છે જે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની દીકરી છે. જ્યારે ખેડૂતો સત્તારૂઢ પાર્ટીથી નારાજ છે. ખેડૂતોનો આરોપ છે કે અહીં સરકાર હળદર અને લાલ જુવારનું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય સુનિશ્ચિત કરવામાં વિફળ રહી છે. આ કારણે જ કવિતા વિપક્ષમાં ચૂંટણી લડવા માંગે છે. અહેવાલ મુજબ સોમવારે નામાંકન ભર્યાના પહેલા જ દિવસે કેટલાક ખેડૂતો સહિત કુલ 40 લોકોએ નામાંકન ભર્યું છે.

kavita

ખેડૂતોએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામે વિરોધ કરવા માટે અમે નામાંકન ભરવાનો ફેસલો લીધો છે. જણાવી દઈએ કે નામાંકન ભરવા માટે 25 હજાર રૂપિયા ઉમેદવારોએ ભરવાના હોય છે. ઉલ્લેખનીય છે કે સોમવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યા હતા કે રાજ્યમાં કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યો પક્ષપલટા માટે તૈયાર છે. કોંગ્રેસના 19ધારાસભ્યોમાંથી 8 ધારાસભ્યોએ કેસીઆરના નેતૃત્વવાળી ટીઆરએસમાં જવા માટે મહિનાના પ્રારંભે જ ઈચ્છા જતાવી હતી.

જ્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ટીઆરએસ તેમના ધારાસભ્યોને દળ બદલવા માટે ઉકસાવી રહ્યા છે. આના માટે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરી રાજ્યમાં સત્તારુઢ પાર્ટી વિરુદ્ધ અભિયાન ચલાવશે. આ પણ વાંચો- ટાઈમ્સ નાઉ- VMR સર્વેઃ મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમત

English summary
1000 farmers to contest against kcr daughter in telangana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X