ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રત્નીપોરામાં સેના અને આંતકી જૂથ વચ્ચે હિંસક અથડામણ

રત્નીપોરામાં સેના અને આંતકી જૂથ વચ્ચે હિંસક અથડામણ

દક્ષિણ કાશ્મીરના પુલવામા પાસે આવેલ રત્નીપોરામાં સોમવાર મોડી રાતે સુરક્ષાબળ અને આતંકી જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા એક આતંકી ઇજાગ્રસ્ત થયો છે. અને હાલ પણ તેમની વચ્ચે ફાયરિંગ ચાલુ છે.

2 વાગે લોકસભામાં થશે લલિતમોદી પર ચર્ચા

2 વાગે લોકસભામાં થશે લલિતમોદી પર ચર્ચા

આજે લોકસભાની કાર્યવાહી શરૂ થવાની સાથે જ વિપક્ષ દ્વારા ભાષણબાજી બંધ કરોના નારા લાગતા વૈંકેયા નાયડૂએ ક્રોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે જીએસટી બિલ રોકવા માંગે છે. જે બાદ બોલચાલ વધતા છેવટે વિપક્ષ નેતા મલ્લિકાઅર્જૂને ચર્ચા માટે તૈયારી બતાવી. જે બાદ આજે બે વાગે સદનમાં લલિત મોદીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

દાઉદ ભારત આવવા ઇચ્છતો હતો, UPA સરકારે ના લીધો રિસ્ક

દાઉદ ભારત આવવા ઇચ્છતો હતો, UPA સરકારે ના લીધો રિસ્ક

બે વર્ષ પહેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે યૂપીએ સરકાર સમક્ષ પરત ફરવાની ઓફર મૂકી હતી. તેવો દાવો એક અંગ્રેજી છાપાએ કરતા ફરી દાઉદ નામના વિવાદ પર ચર્ચાનો ચકડોળ જામ્યો છે. છાપાએ કહ્યું છે કે ક્રોંગ્રેસના જ એક નેતા જે વકીલ પણ છે તેમના દ્વારા આ વાત દાઉદ ક્રોંગ્રેસ આલા કમાન્ડ સુધી પહોંચાડી હતી. પણ સરકારે આ જોખમ ઉઠાવવાની ના પાડતા વાત બની નહીં. જો કે આ વાતને ક્રોંગ્રેસ આવી કોઇ વાત થઇ હોવાનો સ્પષ્ટ પણે ઇન્કાર કર્યો છે.

દિલ્હી પોલિસે યોગેન્દ્ર યાદવની કરી પિટાઇ, આપે ઘટનાની કરી નિંદા

દિલ્હી પોલિસે યોગેન્દ્ર યાદવની કરી પિટાઇ, આપે ઘટનાની કરી નિંદા

સોમવારે, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવની દિલ્હી પોલિસ દ્વારા જંતર મંતર પર મારપીટ કરવામાં આવી અને તેમને ખેંચીને પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. યોગેન્દ્રનું કહેવું છે કે તે ખેડૂતોના મુદ્દા પર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે દિલ્હી પોલિસનું કહેવું છે તેમને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં પ્રસ્તૃત કરવા હતા જે માટે તેમની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે પણ આ ઘટનાની નિંદા કરી છે.

ગૂગલના નવા સીઇઓ બન્યા ભારતના સુંદર પિચાઇ

ગૂગલના નવા સીઇઓ બન્યા ભારતના સુંદર પિચાઇ

ગૂગસના નવા સીઇઓ બન્યા છે ભારતીય મૂળના સુંદર પિચાઇ. નોંધનીય છે કે આ પહેલા પિચાઇ આ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યા છે

સિનિયર ઇન્સ્પેક્ટર બની કેન્સર પીડિત કુંવર સિંધ પાટીલ

સિનિયર ઇન્સ્પેક્ટર બની કેન્સર પીડિત કુંવર સિંધ પાટીલ

સોમવારે, કેન્સર પીડિત કુંવર સિંધ પાટિલે મુંબઇમાં તેમની સિનિયર ઇન્સ્પેક્ટરની ચેર પર બેસીને કામકાજના લેખા જોખા સમજ્યા. કુંવરની ઇચ્છા હતી કે તે મોટા થઇને પોલિસ બને ત્યારે મુંબઇ પોલિસે તેની આ ઇચ્છાને પૂરી કરવા માટે તેને એક દિવસ માટે સિનિયર ઇન્સ્પેક્ટર બનાવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X