For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશ ફોર વોટ્સ કેસમાં ઝારખંડના 11 ધારાસભ્યોના ઘરે છાપા

|
Google Oneindia Gujarati News

cash-for-vote
રાંચી, 4 એપ્રિલ : આજે સીબીઆઇ દ્વારા ઝારંખંડાના 11 ધારાસભ્યોના નિવાસસ્થાને છાપા માર્યા છે. આ છાપા વર્ષ 2010માં રાજ્યસભામાં ચૂંટણી દરમિયાન લગાવવામાં આવેલા કેશ ફોર વોટ્સ કૌભાંડ સંબંધિત છે.

આ અંગે વધારે વિગત આપતા સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો વિષ્ણુ ભૈયા, સુરેશ પાસવાન, આરજેડીના સંજય યાદવ અને અન્ય થોડા કોંગ્રેસના ધારાસભ્યોના રાંચી, જમાર્તા, કોડેરમા, ગિરિદીહ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવેલા ઘરોએ છાપા મારવામાં આવ્યા છે.

સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે આ છાપા દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીબીઆઇ હજી પણ રાજ્યના 15થી વધારે સ્થળોએ તપાસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડ હાઇકોર્ટના નિર્દેશ અનુસાર વર્ષ 2010માં નોંધાયેલા કેશ ફોર વોટ્સ કોંભાંડ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. ઝારખંડ હાઇ કોર્ટ આ કેસ પર નજર રાખી રહી છે. આ કેસમાં ચાલી રહેલી ધીમી તપાસથી કોર્ટ નાખુશ છે.

આ કેસમાં ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ સિબુ સોરેનના વહુ અને જેએમએમના ધારાસભ્ય સીતા સોરેન સામેનું એરેસ્ટ વોરન્ટ પેન્ડિંગ છે. આ કેસમાં તેમણે પોતાના પર્સનલ સેક્રેટરીને ધમકી આપી હતી. આ ઉપરાંત સીબીઆઇ વર્ષ 2012માં રાજ્યસભાની ચૂંટણી સમયે થયેલા કેશ ફોર વોટ્સ કેસની પણ તપાસ કરી રહી છે. એક સ્વતંત્ર ઉમેદવારની કારમાંથી રૂપિયા 2 કરોડ મળી આવ્યા બાદ વર્ષ 2012ની રાજ્યસભાની ચૂંટણી ફરીથી યોજવામાં આવી હતી.

English summary
11 Jharkhand legislators raided for cash for votes case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X