ઝારખંડઃ 6 કલાક સુધી 11 નરાધમોએ મહિલા પર ગેંગરેપ કર્યો, 2 દિવસ બાદ થયો ખુલાસો

ઝારખંડઃ 6 કલાક સુધી 11 નરાધમોએ મહિલા પર ગેંગરેપ કર્યો, 2 દિવસ બાદ થયો ખુલાસો

ઝારખંડના પાકુડે જિલ્લામાં કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં શૌચ કરવા ગયેલી મહિલા પર 11 લોકોએ 6 કલાક સુધી ગેંગરેપ કર્યો. રાતના 10 વાગ્યે મહિલા જ્યારે શૌચ માટે નીકળી હતી ત્યારે આરોપીઓએ તેને દબોચી લીધી અને વારાફરતી સવારના 4 વાગ્યા સુધી મહિલા પર ગેંગરેપ કર્યો. ગેંગરેપની ઘટના બાદ મહિલાને અર્ધમરી હાલતમાં તેના ઘર પાસે છોડી મૂકી. ગેંગરેપની આ ઘટના ગત મંગળવારની છે. પીડિતાને જ્યારે બે દિવસ બાદ હોશ આવ્યો ત્યારે તેણે આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

મહિલા પર ગેંગરેપ

મહિલા પર ગેંગરેપ

મહિલાની ફરિયાદ બાદ તમામ આરોપીને પોલીસે દબોચી લીધા છે. તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટિંગ બાદ તેમને જેલ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહિલાએ પોલીસને પોતાની ફરિયાદમાં કહ્યું કે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો તે ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જીવથી મારી નાખશે.

ફરિયાદ નોંધાવી

ફરિયાદ નોંધાવી

મહિલાએ પોલીસને જણાવ્યું કે તમામ આરોપી ખેતરમાં જ બેસીને દારૂ પી રહ્યા હતા. તે આ લોકોને જોઈ નહોતી શકી. જેવી જ તે શૌચ કરવા બેઠી કે બે-ત્રણ લોકોએ ત્યાં આવી તેને પકડી લીધી. જે બાદ તેણે બુમાબુમ કરવાની કોશિશ કરી તો તેનું મોઢું દબાવી દીધું અને ધમકી આપવા લાગ્યા. જે બાદ આરોપીઓ આ મહિલાને સુમસામ જગ્યાએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યો.

આમની ધરપકડ થઈ

આમની ધરપકડ થઈ

વિપ્લવ પહાડિયા, તપન પહાડિયા, સુજિત પહાડિયા, કાલૂ પહાડિયા, માડૂ પહાડિયા, મંડલ પહાડિયા, ચિંચીંગ પહાડિયા, ઓરમૂલ પહાડિયા, રઘુ પહાડિયા, મોટૂ પહાડિયા, રઘુ પહાડિયા, શુશુ પહાડિયાની ધરપકડ થઈ છે અને આ તમામ આરોપી રામચંદ્રપુર ગામના રહેવાસી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X