લો બોલો… 11માં ધોરણમાં ભણતા છોકરાને બે છોકરીઓ ભગાડી ગઈ, ઈન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી ફ્રેન્ડશીપ
આ દિવસોમાં ઓનલાઈન ડેટિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાની ઉમરના છોકરાઓ પણ ઈન્ટરનેટ પર ડેટિંગ સુધી પહોંચી રહ્યા છે. હવે એક 11માં ધોરણમાં ભણતા છોકરાને ઓનલાઈન ડેટિંગ કરવુ ભારે પડ્યુ છે.
આ ઘટના ગ્રેટર નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારના ઓમિક્રોન સેક્ટરની છે. અહેવાલો અનુસાર, અહીંના એક 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર બે છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ કરી હતી. તે રાતભર આ છોકરીઓ સાથે ચેટ કરતો હતો. હવે અચાનક છોકરો ગાયબ થઈ ગયો છે.

આ ગુમ થયેલા છોકરાના પરિવારજનોને શંકા છે કે તેને બંને યુવતીઓ ભગાડીને લઈ ગઈ છે. આ અંગે પરિવારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. અહેવાલો અનુસાર, ગુમ થયેલા આ છોકરાના ઘરેથી 17 હજાર રૂપિયા પણ ગાયબ થયા છે.
આ છોકરાના પરિવારે જણાવ્યા અનુસાર, ઉનાળુ વેકેશન દરમિયાન તેને ઓનલાઈન ક્લાસનું બહાનુ બતાવીને મોબાઈલ લીધો હતો. તેમાં તેણે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કર્યું અને બે યુવતીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે બંને સાથે લાંબા સમય સુધી વાતો કરતો હતો.
તે 25મી જૂને ઘર છોડીને જતો રહ્યો છે. પરિવારજનોએ આસપાસના લોકો અને સગા-સંબંધીઓ સાથે પૂછપરછ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નથી. બીજી તરફ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. પોલીસને શંકા છે કે બંને યુવતીઓ મળીને વિદ્યાર્થીને બ્લેકમેલ કરી રહી હતી. સાયબર ક્રાઈમની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઓનલાઈન બ્લેકમેલિંગનો મોટો ખેલ ચાલી રહ્યો છે. સાયબર ફ્રોડ કરનારા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવીને તેના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારીને બ્લેકમેલ કરે છે. પૈસા ન આપવા પર તેઓ તેને વાયરલ કરવાનું કહે છે. આવા કામ કરનારા મોટા ભાગના લોકો પુરૂષો છે પરંતુ તે છોકરીઓની પ્રોફાઇલ બનાવીને આ ફ્રોડ ચલાવે છે.












Click it and Unblock the Notifications
