• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

11 કલાક બાદ ગુરદાસપુર આતંકી હુમલામાં, તમામ આંતકીઓ ઢેર

|

મુંબઇ પર થયેલા 26/11ના હુમલા બાદ ભારત પર ફરી એક વાર પાકિસ્તાનથી બોર્ડર ઓળંગીને આવેલા કેટલાક હથિયાર બંધ આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલાને મુંબઇમાં થયેલા હુમલા બાદ બીજો સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવે છે.

આજે સવારે પંજાબના ગુરદાસપુર થયેલા આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોની મોત થઇ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે આંતકીઓનો પણ સમાવેશ થાય છે.

માનવામાં આવી રહ્યું છે કે પાક. તરફી કઠુઆના રસ્તેથી સેનાની વર્દીમાં આવેલા આ આંતકીઓએ એક ઢાબા માલિકની કાર લઇને સવારે 5:30 વાગ્યાની ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનમાં ધૂસ્યા. આ પહેલા જમ્મુ જઇ રહેલી બસ પર તેમણે ફાયરિંગ કર્યું હતું. દર પાંચ મિનિટ બાદ આંધાધૂધ ગોળીઓ છોડતા આ આંતકીઓ સાથે સેના અને પંજાબ પોલિસ હાલ બે બે હાથ કરી રહી છે.

ત્યારે આ સમગ્ર ધટના વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

11 કલાક બાદ ગુરદાસપુર આતંકી હુમલામાં, 3 આંતકીઓ ઢેર

11 કલાક બાદ ગુરદાસપુર આતંકી હુમલામાં, 3 આંતકીઓ ઢેર

પંજાબના ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશનને આજે સવારે 5:30 ધેરીને બેઠેલા આતંકીઓને મોતને ધાટ ઉતારવામાં સેના અને પંજાબ પોલિસને સફળતા મળી છે. તેમણે 3 આતંકીઓને મારી નાખ્યા છે. જો કે હાલ સેના દ્વારા સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું.

Gurdaspur terror attack

Gurdaspur terror attack

આર્મી યુનિફોર્મમાં આવેલા આતંકી સવારે 5 વાગે ગુરદાસપુર બસ ટર્મિનલ પહોંચ્યા. અહીં તેમના નિશાના પર હતા અમનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રીઓ

બસ પર હુમલો

બસ પર હુમલો

સવારે 5:30 આ આંતકવાદીઓએ જમ્મુથી કટડા જતી બસમાં ધુસીને આંધાધૂધ ગોળીઓ ચલાવી. આ બસમાં ત્યારે 25 થી 30 યાત્રીઓ હતા. આ ફાયરિંગમાં એક વ્યક્તિની મોત થઇ છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત છે.

ઢાબા

ઢાબા

જે બાદ તેઓ એક ઢાબા માલિકની કાર લઇને ગુરદાસપુરના દીનાનગર પોલિસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં અંધાધૂન ફાયરિંગ કરીને પોલિસ સ્ટેશન પર કબજો જમાવ્યો.

મૃત્યુ

મૃત્યુ

અત્યાર સુધીમાં આ હુમલામાં 12 થી 15 લોકોની મોત થઇ હોય તેવી આશંકા સેવાઇ રહી છે. અને બે આંતકીઓની પણ મોત થઇ છે. આ હુમલામાં ગુરદાસપુરના એસપી બલજીત સિંહ શહીદ થઇ ગયા છે. તેમના માથા પર ગોળી લાગી હતી.

મહિલા આતંકી

મહિલા આતંકી

નોંધનીય છે કે આ આંતકી હુમલામાં એક મહિલા આતંકી પણ સામેલ છે. જે રોકેટ લોન્ચ કરવામાં એક્સપર્ટ છે. ત્યારે વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ આવું પહેલી વાર બની રહ્યું છે. જ્યારે કોઇ મહિલા આતંકી આવી રીતે આતંકી હુમલામાં જોડાઇ હોય.

સમગ્ર વિસ્તારની સિલ

સમગ્ર વિસ્તારની સિલ

જો કે આ હુમલા બાદ આ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં સેના અને પોલિસના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.

બંદી

બંદી

નોંધનીય છે કે દીનાનગર પોલિસ સ્ટેશનની પાસે જ પોલિસ ક્વાટર પણ આવેલા છે. સવારે તેવું માનવામાં આવી રહ્યું હતું કે પોલિસકર્મીઓના પરિવારને આંતકીઓએ બંદી બનાવ્યા છે. જો કે જે બાદ માહિતી મળી હતી કે કોઇને પણ હજી સુધી આતંકીઓ દ્વારા બંદી બનાવવામાં નથી આવ્યા.

સેના અને પંજાબ પોલિસ

સેના અને પંજાબ પોલિસ

ત્યારે સવારે 5 વાગ્યાથી ચાલી રહેલ આ ઓપરેશનમાં સેના અને પંજાબ પોલિસ બન્ને મળીને આતંકીઓનો ખાતમો બોલાવી રહી છે.

હોસ્પિટલ

હોસ્પિટલ

આ પોલિસ સ્ટેશનની પાસે આવેલ હોસ્પિટલને પણ સુરક્ષા કારણોથી ખાલી કરાવવામાં આવી છે.

પાંચ બોમ્બ

પાંચ બોમ્બ

બીજી તરફ પંજાબના પઠાણકોટ-અમૃતસર રેલ્વે ટ્રેક પાસે પરમાનંદ ગામ પાસે પાંચ બોમ્બ મળી આવ્યા સેના દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. જેને પણ આ ધટના સાથે જોડવામાં આવી રહ્યા છે.

બાદલ સરકાર

બાદલ સરકાર

જો કે આ હુમલા બાદ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે કેન્દ્ર સરકારને આ માટે જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે આંતકવાદ કેન્દ્રની સમસ્યા છે. રાજ્યની નહીં. આ આતંકીઓ સીમાપારથી આવ્યા છે બીજા રાજ્યથી નહીં. કેન્દ્રએ તે વાતને સુનિશ્ચિત કરવું જોઇએ કે આંતકીઓ સીમા પાર ન કરે.

એલર્ટ પર બબાલ

એલર્ટ પર બબાલ

વળી બાદલે ગુપ્તચર વિભાગ દ્વારા જાહેર કરેલા એલર્ટ પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે જો ગુપ્તચર વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો સીમાને સીલ કેમ નહતી કરાઇ.

રાજનાથની પાકને ચેતવણી

રાજનાથની પાકને ચેતવણી

જો કે ગુરદાસપુરમાં થયેલા આતંકી હુમલા પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે અમે પાકિસ્તાન તરફથી શાંતિ ઇચ્છીએ છીએ. અમે સામે ચાલીને હુમલો કરવા નથી ઇચ્છતા પણ પાક. પણ અમારી ધીરજની પરીક્ષા ના લે. જે દિવસે અમારી ધીરજ ખૂટી તે દિવસે અમે તેનો જોરદાર જવાબ આપીશું.

કયાં સંગઠન પર શંકા

કયાં સંગઠન પર શંકા

આ હુમલામાં કયા સંગઠનનો હાથ હોઇ શકે તેની પર વિવિધ અટકળો ચાલી રહી છે. તેને યાકૂબ મેમણની ફાંસી, 15 ઓગસ્ટ અને અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરીને પણ દેખવામાં આવી રહી છે. સાથે જ આઇએસઆઇનો હાથ હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

ગુરદાસપુર

ગુરદાસપુર

ત્યારે ગુરદાસપુરના લોકો પણ દૂરથી થઇ રહેલી આ ફાયરિંગને જેવો એકત્રિત થયા હતા.

English summary
Dressed in army uniform, four gunmen opened fire at a police station in Gurdaspur. The gunmen who were said to be carrying AK-47 rifles, first opened fire on a Punjab state road transport bus before attacking the police station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more