For Quick Alerts
For Daily Alerts
મુંબઇના 1993ના લોહિયાળ શ્રેણીબધ્ધ વિસ્ફોટોની 20મી વરસી
મુંબઇ, 12 માર્ચ: ફિલ્મોમાં આપણે વિસ્ફોટો અને બોમ્બ બ્લાસ્ટ જોવા માટે ટેવાયેલા છે પરંતુ તે આપણું મનોરંજ પૂરું પાડે છે પરંતુ જ્યારે રિયલ લાઇફમાં બ્લાસ્ટ થાય છે ત્યારે તે વરસો વરસ સુધી લોહીના આંસુ રોવડાવે છે. એવી જ રીતે આજે યાદ કરીએ 1993ના શ્રેણીબધ્ધ વિસ્ફોટોની. આજે મુંબઇમાં 1993ના રોજ થયેલા 12 શ્રેણીબધ્ધ વિસ્ફોટોની 20મી વરસી છે. આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા તમામ નિર્દોષ લોકોને વનઇન્ડિયા તરફથી શ્રદ્ધાંજલિ...
આજથી 20 વર્ષ પહેલા મુંબઇના જુદા જુદા સ્થળોએ એકપછી એક 12 વિસ્ફોટો થયા હતા. જેમાં 257 જેટલા લોકોના મોત થયા હતા તેમજ 700 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 12 માર્ચ 1993ની આ તારીખ ભારતના ઇતિહાસમાં કાળા ટપકા સમાન હતી. જેણે ભાગતા દોડતા મુંબઇ સહિત આખા દેશને થંભાવી નાખ્યો હતો. જો આજે પણ એ વિસ્ફોટોની તસવીરો જોઇએ તો આપણા રૂવાડાં ઉભા થઇ જાય અને આંખમાંથી આંસુ આવી જાય.
જોકે એ પછી ઘણીવાર આપણો દેશ આતંકવાદીઓના નિશાના પર રહ્યો અને દેશના અલગ અગલ રાજ્યોમાં વિસ્ફોટો થયા હતા. હાલમાં પણ હૈદરાબાદમાં બે બ્લાસ્ટ થયા હતા, જેમાં પણ 17 લોકોના મોત થયા હતા. જોકે આ આતંકવાદી હુમલાઓ ક્યારે અને ક્યાં જઇને થંભશે એ એક મોટો સવાલ છે.
1993 to 2013: ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ પર એક નજર