કાર ખીણમાં પડતા સર્જાયો અકસ્માત, 12 લોકોના મોત

ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકરાતામાં થયેલા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

દેહરાદૂન : ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારની સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચકરાતામાં થયેલા આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

Car crash

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. કાર ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

દેહરાદૂનના ચકરાતા તાલુકાના બાયલા ગામમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

યુટિલિટી વ્હીકલ બેકાબૂ બનીને ઊંડી ખીણમાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. બચાવ રાહત દળ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ અકસ્માત અંગે ચકરાતાના ધારાસભ્ય પ્રીતમ સિંહે જણાવ્યું કે, આ અકસ્માત સવારે 8 કલાકની આસપાસ સર્જાયો હતો. આ અકસ્માત બહુ ભયાનક હતો. એક વ્યક્તિ જેની હાલત ગંભીર છે, પરંતુ જીવિત છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સાથે 6થી 7 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. ઊંડી ખીણમાં અકસ્માત થયો હોવાથી અકસ્માત સર્જાવાના કારણ અંગે કંઈ કહી શકાય નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X