• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ ભારતમાં 1200 સ્થળોને કંટેનમેન્ટ જૉન ઘોષિત કરવામાં આવ્યા, મહરાષ્ટ્રમાં સૌથી વધુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ સંક્રમણે રોકવા માટે હવે એવા 1200 જગ્યાનો પતો લાગ્યો છે, જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ ખતરો છે. આ જગ્યાને કંટેનમેન્ટ ઝોન કહેવામાં આવે છે. કંટેનમે્ટ મતલબ એવા વિસ્તાર જ્યાં કોરોાના કેટલાક દર્દી મળે છે અને આ વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે. આવા વિસ્તારોમાં રહેતા લોકોને હોમ ક્વારંટાઈન કરવામાં આવે છે.

લૉકડાઉન પહેલાથી વધુ આકરું

લૉકડાઉન પહેલાથી વધુ આકરું

આમાં મોટાભાગની જગ્યાએ એવા રાજ્યોમાં છે, જ્યાં 100થી વધુ સંક્રમિત મામલાની પુષ્ટિ થઈ છે. આ કંટેનમેન્ટ જૉનમાં લૉડાઉનને પહેલાથી વધુ સખ્ત કરી દેવામાં આવ્યું છે. હવે અહીંના નિવાસીઓને ઘરેથી નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેટલીય જગ્યાએ કંટેનમેન્ટ જૉન માત્ર એક અપાર્ટમેન્ટ સુધી સીમિત છે, તો ક્યાંક આખા વિસ્તારોે જ કંટેનમેન્ટ જૉન ઘોષિત કરી દેવામાં આવ્યું છે. કેટલીય જગ્યાએ તો આખા જિલ્લાને જ કંટેનમેન્ટ જૉન કહેવામાં આવ્યું છે.

મહારા્ટ્રમાં 401 કંટેનમેન્ટ જૉન

મહારા્ટ્રમાં 401 કંટેનમેન્ટ જૉન

હવે આવા સ્થળો પર માત્ર અધિકૃત જગ્યાએ જ અધિકારીઓ અને સરકારી અધિકારીઓને આવવા જવાની મંજૂરી છે. કંટેનમે્ટ જોનની ઓળખ કરી તેની ઘોષણા કરવાનું કામ રાજ્ય સરકારોએ કર્યું છે. સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે. એકલા મહારાષ્ટ્રમાં જ 401 કંટેનમેન્ટ જૉન છે. જેમાં મુંબઈમાં 381 અને પુણેમાં 20 છે.

આંધ્ર પ્રદેશમાં 121 કંટેનમેન્ટ જૉન

આંધ્ર પ્રદેશમાં 121 કંટેનમેન્ટ જૉન

ઉત્તર પ્રદેશમાં 180, તમિલનાડુમાં 220, દિલ્હીમાં 23, તેલંગાણામાં 125, હૈદરાબાદમાં 36 અને આંધ્ર પ્રદેશમાં 121 કંટેનમેન્ટ જૉન છે આ સ્થળો પર લૉકડાઉનને સખ્ત કરી આસપાસના ક્ષેત્રો કે ગામડાઓને વાયરસથી બચાવવામાં મદદ મળશે. આ પસંદિત સ્થળોમાં રહેતા લોકોની કોવિડ-19ની તપાસ કરાવવામાં આશે, જેમાં વાયરસનું સંક્રમણ હશે, તેમો ઈલાજ કરાવવામાં આવશે. સાથે જ જો કોઈ ઠીક થઈ ઘરે આવી ચૂક્યું અથવા કોઈ સંક્રમિત શખ્સના સંપર્કમાં આવે છે, તો તેના પર પણ દેખરેખ રાખવામાં આવશે.

કોવિડ વોલંટીયર્સ જરૂરતનો સામાન પહોંચશે

કોવિડ વોલંટીયર્સ જરૂરતનો સામાન પહોંચશે

અહીં પોલીસની સાથોસાથ ડ્રોન અને સીસીટીવ કેમેરાથી નિગરાનીનું કામ થશે. કોવિડ વોલંટીયર્સ લોકોના ઘરો સુધી જરૂરતનો સામાન પહોંચાડશે. આની સાથે જ આ સ્થળોને સેનટાઈઝ કરવામાં આવશે, હેલ્થ કેર અને સ્થાનીય અધિકારી ડોર ટૂ ડોર સર્વે કરશે. ના તો અહીં કોઈ બજાર કે દુકાનને ખોલવા દેવામાં આવશે અને લોકોને પણ ગલીમાં ફરવા દેવાની મંજૂરી નહિ હોય. દેશભરની રાજ્ય સરકારો બીમારીથી નિપટવા માટે અલગ-અલગ રીતે અપનાવી રહી છે. ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોએ સોશિયલ મીડિયા પર નક્શા જાહેર ર્યા છે, જે કંટેનમેન્ટ જૉન સૂચિત કરે છે.

વિશેષ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા

વિશેષ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા

ચેન્નઈમાં બે લેયર કંટેનમેન્ટ જોન છે. જેમાં નવ મોટા છે અને 70 નાના છે. જો કોઈ ક્ષેત્રમાં કોરોનાથી સંક્રમિત કોઈ એક દર્દી પણ મળે છે તો, તેને કંટેનમેન્ટ જૉન ઘોષિત કરી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં કંટેનમેન્ટ જૉનના બે કિલોમીટર સુધી આવવાની કોઈને પણ મંજૂરી નથી આપવામાં આવતી. અહીં પોલીસે બેરિકેડ લગાવી દીધા છે અને વિશેષ કંટ્રોલ રૂમ સેટ કરવામાં આવ્યા છે. જેથી સીસીટીવીની મદદથી લોકોની અવરજનવર પર નજર રાખી શકાય.

સદર બજાર વિસ્તાર પણ સીલ

સદર બજાર વિસ્તાર પણ સીલ

દિલ્હીના સદર બજાર વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. સીલ કરવામાં આવેલ વિસ્તારોમાં કોઈને બહાર જવાની મંજૂરી નથી અને કોઈ શખ્સે અંદ આવવાની પણ મંજૂરી નથી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વરિષ્ઠ સરકારી અધિકારીઓને રાજ્યના 15 જિલ્લાને કોવિડ-19 હૉટસ્પૉટ સીલ કરવાના નિર્દેશ આપ્યા હતા.

કંટેનમેન્ટ જૉનમાં રસ્તા ખાલી દેખાયા

કંટેનમેન્ટ જૉનમાં રસ્તા ખાલી દેખાયા

જયપુરમાં અધિકારીઓએ કહ્યું કે 20 કંટેનમેન્ટ જૉનમાં દરેક ઘરને દિવસમાં બે વાર સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા હતા. ગુરુવારે મોટાભાગના કંટેનમેન્ટ જૉનમાં રસ્તા ખાલી દેખાણા, જે બહાર નીકળ્યા તેમને પણ પોલીસે ઘરે જવા કહી દીધું. આની સાથે જ નગરપાલિકાના કર્મચારીઓએ મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, કીટાણુનાશકનો છંટકાવ કર્યો, અલગ અલગ ઘરોના દરવાજા સેનેટાઈઝ કર્યા, જે બાદ સ્વાસ્થ્ય કર્મીઓએ બધા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ પણ કર્યું.

કોરોના વાયરસના મામલાની સંખ્યા 6412 થઈ

કોરોના વાયરસના મામલાની સંખ્યા 6412 થઈ

જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યું કે દેશમાં ગત 12 કલાકમાં કોરોના વાયરસના 547 નવા મામલા સામે આવ્યા છે અને 30 લોકોના મોત થયાં છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 6412 થઈ ગઈ છે. જેમાં 5709 સક્રિય મામલા છે, 504 લોકો ઠીક થઈ ચૂક્યા છે અને 199ના મોત થયાં છે.

COVID-19: મુંબઈ માટે આગલા 5 દિવસ અતિ મહત્વપૂર્ણ, ઈટલી-ન્યૂયોર્ક બનવાથી બચવું છેCOVID-19: મુંબઈ માટે આગલા 5 દિવસ અતિ મહત્વપૂર્ણ, ઈટલી-ન્યૂયોર્ક બનવાથી બચવું છે

English summary
1200 covid-19 containment zones in india are now under a more strict form of lockdown coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X