Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં 12408 નવા કેસ, 15853 લોકો થયા રિકવર

છેલ્લા 24 કલાકમાં 15853 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

નવી દિલ્લીઃ ચીનના વુહાનથી નીકળેલ કોરોના વાયરસે દુનિયાભરમાં લાખો લોકોના જીવ લઈ લીધા અને કરોડો લોકો આ સંક્રમણની ચપેટમાં આવી ગયા. અમેરિકા, ભારત, બ્રાઝિલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશ રહ્યા. પરંતુ કોરોના વેક્સીન આવ્યા બાદ હવે આ વાયરસ ધીમે ધીમે ઘટવા લાગ્યો છે. ભારતમાં કોરોનાથી રિકવર થનારા દર્દીઓનો દર ઘણો સારો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 15853 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 12408 કોરોનાના નવા દર્દી છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. વળી, 120 લોકોના છેલ્લા 24 કલામાં કોરોનાથી મોત થઈ ગયા છે.

coronavirus

દેશમાં કોરોનાથી સંક્રમિત કુલ લોકોની વાત કરીએ તો આ આંકડો એક કરોડને પાર કરી ચૂક્યો છે અને અત્યાર સુધી દેશમાં 1,08,02, 591 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1,04,96,308 લોકો કોરોનાથી રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધી 1,54,823 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સક્રિય કેસની વાત કરીએ તો તે 1,51,460 છે. 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાનની ભારતમાં શરૂઆત થઈ ચૂકી છે અને અત્યાર સુધી દેશમાં 49,59,445 લોકોને કોરોના રસી લગાવવામાં આવી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X