For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વચ્ચે કમાંડર લેવલની 12મી બેઠક, પ્રોટોકૉલ હેઠળ બધા મુદ્દાઓને ઉકેલવા પર સંમતિ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ગયા વર્ષેથી સીમા વિવાદ ચાલુ છે. સોમવારે ચુશૂલ-મોલ્ડો બૉર્ડર પર 12માં દોરની બેઠક આયોજિત થઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ગયા વર્ષેથી સીમા વિવાદ ચાલુ છે. ગલવાન ઘાટીમાં ઝડપ બાદ જ બંને દેશોએ વાતચીત દ્વારા વિવાદને ઉકેલવા પર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ હેઠળ સોમવારે ચુશૂલ-મોલ્ડો બૉર્ડર પર 12માં દોરની બેઠક આયોજિત કરવામાં આવી. જેમાં ભારત અને ચીની સેનાના કમાંડર લેવલના અધિકારી શામેલ હતા. આ દરમિયાન બંને પક્ષોએ સીમા પર શાંતિ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

chushul

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બંને દેશ વર્તમાન સમજૂતી અને પ્રોટોકૉલ અનુસાર બાકીના મુદ્દાઓને શીઘ્રતાથી ઉકેલવા અને વાતચીતની ગતિને જાળવી રાખવા પર સંમત થયા. આ ઉપરાંત એ વાત પર પણ સંમતિ બની કે તે પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રભાવી પ્રયાસ ચાલુ રાખશે. સાથે જ સંયુક્ત રીતે ત્યાં શાંતિ સ્થાપિત કરવામાં આવશે.

સિક્કિમમમાં પણ ઉઠાવ્યુ મોટુ પગલુ

તમને જણાવી દઈએ કે રવિવારે PLA એ સ્થાપના દિવસ મનાવ્યો હતો. એ ઉપલક્ષ્યમાં ઉત્તરી સિક્કિમના કોંગરા લા અને તિબેટના ખંબા જોંગમાં એક હૉટલાઈન સ્થાપિત કરવામાં આવી. આ મામલે ભારતીય સેનાએ કહ્યુ કે બંને દેશોના સશસ્ત્ર દળોમાં કમાંડરોના સ્તરે વાતચીત માટે સારી રીતે એક તંત્ર સ્થાપિત કરવામાં આવ્યુ. આ હૉટલાઈનથી સીમા પર શાંતિ જાળવવા માટે મદદ મળશે. આમ જોઈએ તો બંને દેશો વચ્ચે આ છઠ્ઠી હૉટલાઈન છે.

English summary
12th India-China corps commander level meeting Chushul-Moldo border, agree to solve issues under protocol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X