રાધેમાંએ લીધી કોર્ટની શરણ
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાધેમાંએ લીધી કોર્ટની શરણ
ગંભીર આરોપોની ગંભીરતાને જોતા રાધે માં જેલના સળિયા પાછળ ના જવું પડે તે માટે આજે મુંબઇ સેશન કોર્ટમાં અગ્રિમ જમાનતની અરજી મૂકી છે. નોંધનીય છે કે રાધે માં પણ દહેજ ઉત્પીડન, અશ્લિલતા ફેલાવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે.

વિપક્ષનું લોકસભાથી વોકઆઉટ, રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
આજે સંસદના ચોમાસું સત્રના છેલ્લા દિવસે કેન્દ્ર સરકારે જ્યાં રાજ્યસભામાં જીએસટી બિલ પાસ કરાવાના છેલ્લી પ્રયાસમાં પણ નિષ્ફળ રહી ત્યાં જ બન્ને ગૃહોમાં હંગામાની સાથે જ કાર્યવાહી શરૂ થઇ. વળી લોકસભામાં જ્યાં વિપક્ષે સરકાર સામે નારેબાજી કરીને વોકઆઉટ કર્યું ત્યાં જ રાજ્યસભા પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી.

બોમ્બે હાઇ કોર્ટે મેગીને આપી મોટી રાહત
આજે મુંબઇ હાઇ કોર્ટે નેસલે કંપનીની મેગી પર લગાવેલો બેન દૂર કરીને તેને મોટી રાહત આપી છે. બોમ્બે હાઇકોર્ટે એફએસએસએઆઇ અને એફડીએની વિરુદ્ધ નેસ્લેની અરજીને મંજૂર કરી છે. અને તેની પરનો પ્રતિબંધ રદ્દ કર્યો છે.

ચિક્કી કૌભાંડ બાદ ચંપલ વિવાદએ પંકજા મુંડેની મુસીબત વધારી
ચિક્કી કૌભાંડમાં ફસાયેલી મહારાષ્ટ્રની ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મૂંડે હવે ચંપલ વિવાદમાં ફસાઇ છે. દુકાળગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલી પંકજાએ એક મહિલા સદસ્ય જોડેથી તેના ચંપલ ઉઠાવ્યા. જે બાદ આ ફોટો વાયરલ થતા વિવાદનું કારણ બની ગયા. જે પર પંકજા પોતાના બચાવમાં કહ્યું છે કે તેણે કોઇ સરકારી નોકર નહીં પણ પોતાની પ્રાઇવેટ નોકર પાસેથી તે ચંપલ ઉઠાવવાનું કહ્યું હતું.

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ગ્રેનેડ હુમલો, 10 ઘાયલ
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં એક મસ્જિદની બહાર થયેલા ગ્રેનેડ હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી તે સ્થળથી થોડીક દૂર અન્ય ગ્રેનેડ પણ મળ્યા છે. જેણે બોમ્બ ડિસ્પોઝ સ્કોવર્ડે ડિફ્યૂઝ કર્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું નરેન્દ્ર મોદીમાં નથી દમ
ચોમાસું સત્રના છેલ્લા દિવસે લોકસભા અને રાજ્યસભાના બન્ને અનિશ્તકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. વધુમાં પાછલા 16 ક્રોંગ્રેસ કેન્દ્ર સરકારનો ભારે વિરોધ કરી રહી છે. ત્યારે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં કોઇ દમ નથી. તે ડરે છે. જો તેમના ખરેખરમાં દમ હોય તો તે લલિત મોદીને ભારત પાછો લાવીને બતાવે"

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં તડામાર તૈયારીઓ
ગુરુવારે, દિલ્હીમાં દિલ્હી પોલિસ કમિશ્નર બી.એસ. બસ્સી 69માં સ્વતંત્ર દિવસ પહેલા લાલ કિલ્લાની મુલાકાત લઇને સુરક્ષાના તપાસ પાસાઓ અંગે તપાસ હાથ ધરી.

સ્વતંત્રતા દિવસ પહેલા સંસદને જગમગાવવામાં આવ્યું
દિલ્હીમાં સંસદ હાઉસને સ્વતંત્રતા દિવસ પહેલા રોશનીથી જગમગાવવામાં આવ્યું. ત્યારે તેની રોશની આ સુંદર તસવીર.

જવાનો સાથે બાળકો કરી સ્વતંત્રતાની ઉજવણી
બુધવારે, શીલીગુરીમાં નાના નાના ભૂલકાઓએ લશ્કરના જવાનોની સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

ક્રોંગ્રેસ નેતા અજય માકણે પાણીપુરી ખાઇને ભૂખ હડતાલ તોડી.
બુધવારે, ક્રોંગ્રેસના દિલ્હી ખાતેના પ્રમુખ અજય માંકણે જંતર-મંતર પર શેરી વિક્રેતાના અધિકારોને લઇને કરેલા એક દિવસીય ભૂખહડતાલને શેરી વિક્રેતાઓ દ્વારા તૈયાર કરેલી પાણીપુરી ખાઇને તોડ્યું.

લાલ કિલ્લા પર લહેરાયો ત્રિરંગો
ગુરુવારે, લાલ કિલ્લા પર 69માં સ્વતંત્રતા દિવસ પહેલા રિહર્સલના ભાગ રૂપે ત્રિરંગાને લેહરાવવામાં આવ્યો.

મુંબઇ પહોંચી "બ્યૂટી એન્ડ ધ બીસ્ટ"
બુધવારે, મુંબઇમાં ડિઝનીની બ્યૂટી એન્ડ ધ બીસ્ટના બ્રોડ વે શોની જાહેરાત દરમિયાન કલાકારોએ કંઇક આ રીતે ડાન્સ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું.












Click it and Unblock the Notifications
