બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 13ના મોત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ગુરુવારની સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોના મોત થયા હતા. આ સાથે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બારાબંકી : ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ગુરુવારની સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોના મોત થયા હતા. આ સાથે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
અકસ્માત અંગે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા ઘાયલ લોકોને બહાર કાઢી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
આ દર્દનાક માર્ગ અકસ્માત બારાબંકી જિલ્લાના થાણા દેવા તાલુકા હેઠળ આવતા માટી વિસ્તારના બાબુરી ગામ નજીક થયો હતો. ડબલ ડેકર ટૂરિસ્ટ બસ દિલ્હીથી ગોંડા-બહરાઈચ જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસ દ્વારા ઘાયલ લોકોને બહાર કાઢી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં લગભગ 13 લોકોના મોત થયા છે. જો કે, આ અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. અકસ્માત બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક રેતીથી ભરેલી હતી, જે બસ સાથે અથડાઈ હતી. જો કે, બસમાં કેટલા લોકો હતા તે અંગે વધુ માહિતી મળી શકી નથી. બચાવ કામગીરી કરવા માટે જેસીબી પણ સ્થળ પર પહોંચી ગઈ છે, જે બસ અને ટ્રકને અલગ કરવાનો પ્રયાસ કરી રહી છે.
CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર લોકોના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ અને રાહત આપવા માટે સૂચનાઓ આપી છે.












Click it and Unblock the Notifications
