તમિલનાડુમાં બીજેપીના 13 પદાધિકારીઓએ પાર્ટી છોડી, જાણો કેમ?
ચેન્નાઈ પશ્ચિમમાં આઈટી વિંગના 13 હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હોવાના અહેવાલ છે. આ તમામ નેતાઓ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમમાં જોડાયા છે.

નવી દિલ્હી : ઉત્તર-પૂર્વના ત્રણેય રાજ્યોમાં ચૂંટણીમાં જીત મેળવનારી BJPને તમિલનાડુમાં મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈ પશ્ચિમમાં આઈટી વિંગના 13 હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ હોવાના અહેવાલ છે. આ તમામ નેતાઓ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમમાં જોડાયા છે.
આ બાબતે મીડિયા સાથે વાત કરતા IT વિંગના જિલ્લા પ્રમુખ અનબરાસને કહ્યું કે, મેં ઘણા વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું. લોકો જાણે છે કે મને ક્યારેય કોઈ પોસ્ટની અપેક્ષા નહોતી. છેલ્લા ઘણા દિવસોથી પાર્ટીમાં અસામાન્ય સ્થિતિને જોતા મેં રાજીનામું આપી દીધું છે. તેમના નિવેદન પર 10 IT પાંખના જિલ્લા સચિવો અને બે IT વિંગના જિલ્લા નાયબ સચિવોની સહી છે.
તમિલનાડુમાં બીજેપીને આ પહેલા પણ ઝટકા લાગી ચુક્યા છે. આ પહેલા પણ ધારાસભ્યો રાજીનામું આપીને તાજેતરમાં AIADMKમાં જોડાયા છે. મંગળવારે બીજેપી બૌદ્ધિક પાંખના રાજ્ય સચિવ કૃષ્ણન, આઈટી વિંગના રાજ્ય સચિવ દિલીપ કન્નન, ત્રિચી ગ્રામીણ જિલ્લા ઉપાધ્યક્ષ વિજય અને રાજ્ય ઓબીસી પાંખના સચિવ અમ્મુ ઈદાપ્પડી કે પલાનીસ્વામી બેઠક બાદ AIADMKમાં જોડાયા હતા.
આઈટી વિંગના સ્ટેટ સેક્રેટરી કૃષ્ણને અન્નામલાઈ પર આરોપ લગાવીને ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે. હવે સોશિયલ મીડિયા પર AIADMK સમર્થકો અને ભાજપ વચ્ચે વિવાદ શરૂ થયા છે.












Click it and Unblock the Notifications
