લોહીની સગાઇ લજવતો કિસ્સો, પુત્રી પર પિતા-ભાઇ-કાકાનો બળાત્કાર

rape
થાલાસ્સેરી, 27 નવેમ્બર: કેરળમાં એક લોહીની સગાઇને લજવે તેવી ઘટના સામે આવી છે. કેરળના કન્નૂરમાં 8માં ધોરણમાં ભણતી એક 13 વર્ષીય સગીરા સતત રળી રહી હતી અને શાળાએથી ઘરે જવાનો ઇનકાર કરી દેતા તેની શિક્ષિકાએ તેને પૂછ્યું કે તે શા માટે ઘરે જવા માગતી નથી. ત્યારે તેણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી તેના પિતા, તેનો ભાઇ અને કાકા તેની પર બળાત્કાર ગૂજારતા હતા.

કિશોરીના ખુલાશા બાદ શિક્ષિકાએ આ ઘટના અંગેની જાણ પોલીસમાં કરી હતી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. તેમજ કિશોરીના ભાઇને કિશોરઘરમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે કિશોરીને બાળકલ્યાણ ગૃહમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

જોકે પોલીને તપાસ દરમિયાન એવી પણ માહિતી મળી છે કે પીડિત કિશોરીની બહેને બે વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી. હવે પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે શું તેને પણ આ હવસખોરોએ પોતાની હવસનો શીકાર બનાવી હતી? કારણ કે પીડિત કિશોરીએ તેની શિક્ષિકાને જણાવ્યું હતું કે તેની બહેને પણ આના કારણે જ તેની બહેને આત્મહત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે આ અત્યાર સુધીની સૌથી શરમજનક ઘટના છે, જેમાં પરિવારના પુરુષોએ જ બે બહેનોને પોતાની હવસનો શિકાર બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X