For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિનિયસ સત્યમે JEEની એડવાન્સ પરીક્ષા માટે બીજીવાર ક્વોલિફાઇ કર્યું

|
Google Oneindia Gujarati News

satyam
પટણા, 9 મે: જે ઉંમરમાં બાળકો છઠ્ઠા અને સાતમામાં ભણે છે, એ ઉંમરમાં બિહારના સત્યમ કુમારે આઇઆઇટી-જેઇઇ મેન્સ 2013 માટે ક્વોલિફાઇ કરી ઇતિહાસ રચી દીધો છે. 13 વર્ષના સત્યમે આટલી નાની ઉમરમાં 292 પોઇન્ટની સાથે 2 જૂનના રોજ યોજાનાર જેઇઇની એડવાન્સ પરીક્ષા માટે ક્વોલિફાઇ કર્યું છે.

સત્યમ ભોજપૂરના બખોરાપૂર ગામનો રહેનાર છે અને તેના પિતા સિદ્ધાર્થ સિંહ ખેતીકામ કરે છે. જોકે સત્યમ આ પરીક્ષા પહેલા પણ પાસ કરી ચૂક્યો છે. ગયા વર્ષે આઇઆઇટીની આ પરીક્ષા તેણે સાડા બાર વર્ષની ઉંમરમાં પાસ કરી હતી. ત્યારે રેંક 8137 હતી. સત્યમે આ વખતે રેંક સુધારવા માટે ફરીથી પરીક્ષા આપી છે.

ગયા વર્ષે પણ સીબીએસઇએ આ પરીક્ષામાં બેસવા માટે સત્યમને વિશેષ પરવાનગી આપી હતી. તે આવું કરનાર સૌથી ઓછી ઉમરની વ્યક્તિ છે અને આ વખતે પણ તેનાથી ઓછી ઉંમરનું કોઇ કેન્ડિડેટ નથી. નજીકના ભવિષ્યમાં પણ લગભગ કોઇ બાળક આવું કરી શકે. સત્યમ માર્ક જુકરબર્ગના ફેસબુકની જેમ પોતાની સોશિયલ નેટર્વિંક સાઇટ બનાવવા માંગે છે.

જોકે સત્યમથી પહેલા બિહારના જ જિનિયસ તથાગત અવતાર તુલસી પણ નાની ઉંમરમાં આવો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તથાગતે 12 વર્ષની ઉંમરમાં પટણા યુનિવર્સિટીથી એમએસસી પાસ કરી લીધું હતું. 2009માં તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ, બેન્ગલુરુથી પીએચડી કર્યું અને તેઓ જ 23 વર્ષની ઉંમરમાં એસોસિએટ પ્રોફેસર બનનાર સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ છે.

English summary
A 13-year-old boy from Bihar has cracked the preliminary examination of the highly competitive Indian Institute of Technology-Joint Entrance Examination. He is the youngest to pass the exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X