For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુબ્રતો રોયને રહેવું પડશે જેલમાં

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હરજીત: "મારી સામે 39 ભારતીયોને ગોળી મારી"

ચંદીગઢમાં ઇરાકના IS આંતકીઓની કેદમાંથી છૂટીને આવેલા ભારતીય હરજીત મસીહે પોતાની આપવીતી કહી. તેણે કહ્યું કે IS તેની સામે 39 ભારતીયોને કિડનેપ કરી તેને લાઇનમાં ઊભા રાખી ગોળીથી મારી નાંખ્યા. તેણે કહ્યું તે બાંગ્લાદેશી છે માટે તેને છોડવામાં આવ્યો.

સુબ્રતો રોયને રહેવું પડશે જેલમાં

સુબ્રતો રોયને રહેવું પડશે જેલમાં

સુપ્રીમ કોર્ટે સુબ્રતો રોયને કોઇ રાહત ના આપી. બેલ ગેરન્ટી રકમ પૂરી ના ભરતા સુબ્રતોને હજી પણ જેલમાં જ રહેવું પડશે.

સુષ્મા સ્વરાજે હરજીતની વાતને નકારી

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે હરજીતની વાતને નકારી. તેમણે કહ્યું કે તે ઇરાકમાં અસહાય રહેતા લોકોના તે સંપર્કમાં છે અને આવી કોઇ વાત તેમને નથી મળી

20 હજાર કરોડનો રક્ષા સોદો મંજૂર

20 હજાર કરોડનો રક્ષા સોદો મંજૂર

લાંબા સમયથી અટવાયેલો વાયુસેનાનો પરિવહન વિમાન સોદાને આજે રક્ષા મંત્રી મનોહર પર્રિકરે મંજૂરી આપી દીધી છે. 20 હજાર કરોડના આ રક્ષા સોદાથી ભારતીય વાયુ સેનાને મોટી રાહત મળી છે.

સુબ્રતો રોયની જમાનત પર આજે નિર્ણય

સુબ્રતો રોયની જમાનત પર આજે નિર્ણય

સહારા કંપનીના માલિક સુબ્રતો રાય, આજે જેલમાંથી બહાર આવી શકે છે. તેની પાછલી સુનવણીમાં તેણે પોતાની જમાનત માટે બેંક ગેરેન્ટી જમા કરાવા તત્પરતા દેખાડી હતી. જો સેબી આજે આ બેંક ગેરેન્ટીની પૃષ્ટી કરે છે તો સુબ્રત રાય આજે જેલની બહાર નીકળશે.

એક્સ CBI ડાયરેક્ટર રણજિત સિંહાના કેસ પર આજે સુનવણી

એક્સ CBI ડાયરેક્ટર રણજિત સિંહાના કેસ પર આજે સુનવણી

સુપ્રીમ કોર્ટ આજે ભૂતપૂર્વ સીબીઆઇના ડાયરેક્ટર રણજીત સિંહાના કેસ પર નિર્ણય કરશે. જેમાં તેમની પર SIT એટલે કે વિશેષ તપાસ કમિટી બોલાવીને તપાસ કરવી કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે સ્વયંસેવી સંસ્થાએ તેમની પર કૌલસા કૌભાંડને નિષ્ફળ કરવાના આરોપ આ ભૂતપૂર્વ સીબીઆઇ વડા પર લાગેલા છે.

તિહાડ જેલમાં બે કેદીઓના શબ મળ્યા

તિહાડ જેલમાં બે કેદીઓના શબ મળ્યા

દિલ્હીની તિહાડ જેલમાં બે કેદીઓના શબ સંદિગ્ધ હાલતમાં મળ્યા છે. જેલ નંબર આઠમાંથી મળેલા આ કેદીઓના શબ અને તેમની હત્યા પાછળ શું કારણ છે તેનો ખુલાસો હાલ નથી થયો. જો કે પોલિસે તાજવીજ શરૂ કરી છે.

"આપ"ને આપી સુપ્રીમ કોર્ટે લપડાક

આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મીડિયાની સામે જાહેર કરવામાં આવેલ સર્કુલર પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. વધુમાં કોર્ટે કહ્યું છે કે આપ આમ કરીને મિડિયા અને જનતાના અધિકારોનું હનન કરી રહ્યા છે. નોંધનીય છે કે આપે સર્કુલર જાહેર કરી પોતાની ઇમેજ બગાડનાર મીડીયા હાઉસ સામે કાયદાકીય કેસ કરવાની ધમકી ઉચ્ચારી હતી.

કોંગ્રેસે કહ્યું "આ લોકશાહીની જીત છે"

સુપ્રીમ કોર્ટ દ્વારા આપને આપવામાં આવેલ લપડાક પર ક્રોંગ્રેસે ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય લોકશાહીની જીત છે

રોડ અકસ્માતે, ગામવાસીઓએ ગામ માથે લીધું

રોડ અકસ્માતે, ગામવાસીઓએ ગામ માથે લીધું

અલ્હાબાદ નજીક આવેલ ભીરપુરમાં એક રોડ અકસ્માતે આખું ગામ એટલું ગુસ્સે ભરાયું કે તેમણે એક બસોની તોડફોટ અને રેલ રોકવાની કોશિષ શરૂ કરી દીધી. જેને પગલે પોલિસ બોલાવી પડી.

જયપુર બ્લાસ્ટની સાતમી વર્ષગાંઠ

જયપુર બ્લાસ્ટની સાતમી વર્ષગાંઠ

બુધવારે, જયપુરમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટને સાત વર્ષ થઇ ગયા. ત્યારે લોકોએ ભેગા મળીને હનુમાન મંદિર ખાતે આરતી કરી અને શ્રદ્ધાંજલિ અર્પી.

ડાન્સ વીથ માધુરી

ડાન્સ વીથ માધુરી

જો તમારું પણ સપનું હોય માધુરી સાથે ડાન્સ કરવાનું તો તમારું આ સપનું હવે પૂરી થઇ શકે છે. બુધવારે મુંબઇમાં માધુરીએ ડાન્સ વીથ માધુરી નામે ડાન્સ એકેડમી ખોલી. જેનું ઉદ્ધાટન કરવા કોરિયોગ્રાફ સરોજ ખાન, જેકી શ્રોફ અને ડાયરેક્ટર સુભાષ ઘાઇ આવ્યા.

ગુડગાંવમાં વરસાદ કર્યો ટ્રાફિક જામ

ગુડગાંવમાં વરસાદ કર્યો ટ્રાફિક જામ

બુધવારે, ગુડગાંવમાં ભારે વરસાદ પડતા અનેક રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ હતી. અને ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

English summary
14 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X