ચીની ચેનલે ભારતીય નક્શા સાથે કરી છેડછાડ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ચીની ચેનલે ભારતીય નક્શા સાથે કરી છેડછાડ

ચીની ચેનલે ભારતીય નક્શા સાથે કરી છેડછાડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનમાં વિદેશ યાત્રા કરી રહ્યા છે ત્યારે ચીનના સરકારી ચેનલે ભારતીય નક્શામાંથી કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના હિસ્સાને પૂરી રીતે નીકાળેને પ્રદર્શિત કરતા ભારતમાં આ મામલે હોહાપો મચી ગયો હતો.

તેલગાંનાના ખેડૂતને રાહુલે 2 લાખનો ચેક આપ્યો

તેલગાંનાના ખેડૂતને રાહુલે 2 લાખનો ચેક આપ્યો

ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ તેલંગાનામાં "કિસાન પદયાત્રા" પર છે. જ્યાં તે કમોસમી વરસાદની ગ્રસ્ત ખેડૂતોના પરિવારને મળી રહ્યા છે. તેંલગાના અલિદાબાદમાં તે 25 હજાર ખેડૂતો જોડે પદયાત્રા કરી રહ્યા છે. વધુમાં તેણે કોરાટિકલ ગામમાં એક આત્મહત્યા કરેલ ખેડૂતના પુત્રને 2 લાખ રૂપિયાનો ચેક પણ સુપરત કર્યો.

રાહુલ "પદયાત્રા" નહીં "પોલિટિકલ યાત્રા" કરે છે

ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ આજે રાહુલ ગાંધીની તેંલગાનામાં ચાલી રહેલ કિસાન પદ યાત્રા પર ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ આ યાત્રા કિસાનનો માટે નહીં પણ પોતાના પોલિટિકલ ફાયદા માટે કરી રહ્યા છે

સુનંદા કેસમાં સાક્ષીનો પોલીગ્રાફ ટેસ્ટ?

સુનંદા કેસમાં સાક્ષીનો પોલીગ્રાફ ટેસ્ટ?

સુનંદા પુષ્કર મર્ડર કેસમાં દિલ્હી પોલિસે ત્રણ સાક્ષીઓના પોલીગ્રાફ ટેસ્ટ કરાવાની કોર્ટમાં મંજૂરી માંગી છે. આ સાક્ષીઓમાં શશી થરૂરના ખાસ મિત્ર સંજય દિવાન, ડ્રાઇવર બજરંગી અને નોકર નારાણના ટેસ્ટની માંગણી કરવામાં આવી છે.

સલમાન ખાનની આર્મ એક્ટ કેસમાં મુશ્કેલી વધી

સલમાન ખાનની આર્મ એક્ટ કેસમાં મુશ્કેલી વધી

જયપુરની સેશન કોર્ટે કાળિયાર હરણ શિકાર મામલે સલમાનની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સલમાનના વકીલની માંગ હતી કે આ મામલે જે પાંચ સાક્ષીઓને ફરી કોર્ટમાં બોલાવામાં આવે. જો કે સેશન કોર્ટે સલમાનની આ અરજીને બરતરફ કરતા સલમાનની મુશ્કેલી વધી છે.

હાઇકોર્ટે મારી કુમાર વિશ્વાસને લપડાક

હાઇકોર્ટે મારી કુમાર વિશ્વાસને લપડાક

આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેમણે મહિલા આયોગના સમન પર રોક લગાવા માટે હાઇકોર્ટને કહ્યું હતું. ત્યારે આજે હાઇકોર્ટે આ અરજીને ફગાવી દેતા કુમાર વિશ્વાસ પાસે હવે મહિલા આયોગ સામે હાજર થવા સિવાય છૂટકો નથી રહ્યો.

મહિલા આયોગને ચેરમેને કહ્યું

મહિલા આયોગને ચેરમેને કહ્યું "આપ" આપી ધમકી

દિલ્હી મહિલા આયોગની ચેરમેન બર્ખા શુક્લાએ કહ્યું કે જ્યારથી કુમાર વિશ્વાસને મહિલા આયોગે નોટિસ મોકલી છે ત્યારથી તેમની વિવિધ પ્રકારની ધમકી મળી રહી છે. જો કે તેમણે કહ્યું કે કેજરીવાલ અને કુમાર વિશ્વાસની આવી હરકતોથી બિલકુલ ડરવાની નથી.

મોદી સામે ગોગ્લસ પહેરવા પડ્યા ભારે

મોદી સામે ગોગ્લસ પહેરવા પડ્યા ભારે

9 મેના રોજ મોદી જ્યારે છત્તીસગઢના પ્રવાસ પર હતા ત્યારે બસ્તરના કલેક્ટર અમિત કટારિયા અને દંતેવાડાના કલેક્ટર કેસી દેવસેનાપતિને રાજ્ય સરકારે નોટિસ મોકલાવી છે. જેમાં તેમણે પ્રધાન મંત્રી સામે ગોગ્લસ પહેરવા અને વર્દીમાં ના આપવા બદલ ચેતવ્યા છે. જો કે બન્ને કેલેટરોનું કહેવું છે કે તેમની આવી કોઇ નોટિસ નથી મળી.

કોલકત્તામાં સીપીઆઇનો વિરોધ

કોલકત્તામાં સીપીઆઇનો વિરોધ

ગુરુવારે, કોલકત્તામાં કેન્દ્ર સરકારના જમીન સંપાદન બિલના વિરોધમાં સીપીઆઇના કાર્યકરોએ રેલી નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુષ્મા સ્વરાજ કોંગોના વિદેશમંત્રીને મળ્યા

સુષ્મા સ્વરાજ કોંગોના વિદેશમંત્રીને મળ્યા

ગુરુવારે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, કોંગો ઓફ ડેમોક્રેટિક રિપબ્લિકના વિદેશ પ્રધાન રેમન્ડ ત્શીબ્રાડાને મળ્યા.

આસામમાં આરોપીને ભીડે માર્યો

આસામમાં આરોપીને ભીડે માર્યો

આસામના નૌગાંવમાં પોતાની પુત્રીને મારનાર આરોપી પિતાને ગુસ્સે ભરાયેલી ભીડ મારી રહી છે.

સીઆરપીએફના જવાનોએ બનાવ્યો રાષ્ટ્રધ્વજ

સીઆરપીએફના જવાનોએ બનાવ્યો રાષ્ટ્રધ્વજ

ગુરુવારે, શ્રીનગરમાં CRPFની પાસિંગ આઉટ પરેડના કાર્યક્રમમાં જવાનોએ પોતાના શરીરને રંગીને રાષ્ટ્રધ્વજને કંઇક આ રીતે રાષ્ટ્રધ્વજ બનાવ્યો.

કાબુલ અટેક: ભારત આવ્યા શબ

કાબુલમાં થયેલા આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 4 ભારતીયોના શબ આજે સન્માન સહિત ભારત લાવવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X