સરકાર હેઠળના 15 વર્ષથી જૂના વાહનનોને ભંગાર ભેગા કરાશે, નિતિન ગડકરીએ કરી જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15 વર્ષથી જૂના સરકારી વાહનોને ભંગારમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 15 વર્ષથી જૂના સરકારી વાહનોને ભંગારમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઉપયોગમાં લેવામાં આવી રહેલા વાહનો અને રાજ્ય સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોમાંથી 15 વર્ષથી જૂના વાહનોને ભંગારમાં આપી દેવામાં આવશે.

Nitin Gadkari

દેશમાં જે રીતે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને નીતિન ગડકરીએ કેન્દ્ર સરકાર હેઠળના 15 વર્ષથી જૂના તમામ વાહનોને રોડ પરથી હટાવવાનું કહ્યું છે. આ સાથે ગડકરીએ જણાવ્યું હતું કે, આ નીતિ રાજ્યોને પણ મોકલી દેવામાં આવી છે અને તેમને 15 વર્ષથી જૂના તમામ સરકારી વાહનોને રસ્તા પરથી હટાવવાની અપીલ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. આગામી સમયમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

અત્રે નોંધનીય છે કે, સરકારે આ નિયમ પહેલાથી જ લાગુ કરી દીધો છે, જે અંતર્ગત રાજધાની દિલ્હી અને એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાહનોને તેમની મુદ્દત પૂરી થયા બાદ ભંગારમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X